ગરવી તાકાત, મહેસાણા –
6 ફેબ્રુઆરી : લેજેન્ડરી ગાયિકા-ભારત રત્ન લત્તા મંગેશકરનું 92 વર્ષની વયે નિધન
7 ફેબ્રુઆરી : જુનાગઢ ભવનાથના પૂજય સંત કાશ્મીરીબાપુ બ્રહ્મલીન થયા
16 ફેબ્રુઆરી : ડિસ્કો-કિંગ, મ્યુઝીકલ કમ્પોઝર અને ગાયક બપ્પી લહેરીનું નિધન
3 માર્ચ: મહાન લેગ સ્પીનર પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર શેન વોર્નનું પર વર્ષની વયે નિધન
10 મે: વિશ્વ વિખ્યાત સંતુર વાદક, પદ્મભૂષણ પંડિત શિવકુમાર શર્માનું નિધન
13 મે: યુએઇના રાષ્ટ્રપતિ શેખ ખલીફાબિન ઝૈયદ અન નહ્યનનું નિધન
14 મે : પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર 46 વર્ષીય એન્ડ્રયુ આયમંડસનું કાર અકસ્માતમાં મોત
31 મે : જાણીતા સિંગર કે.કે.નું નિધન, કૃષ્ણકુમાર કુન્નથને હાર્ટએટેકના કારણે પ3 વર્ષની વયે અંતિમ શ્ર્વાસ લીધા હતા.
3 જુન : સુપ્રસિધ્ધ સંતુરવાદક પંડિત ભજન સોપારીનું 74 વર્ષની વયે નિધન
18 જુલાઇ : જાણીતા ગઝલ ગાયક ભુપિન્દરસિંહનું મુંબઇમાં નિધન
14 ઓગષ્ટ : ભારતીય શેરબજારના બીલીઓનર ઇન્વેસ્ટર, બિગબુલ તરીકે જાણીતા અને અકાસા એરના પ્રમોટર રાકેશ ઝુનઝુનવાલાનું 6ર વર્ષની વયે મુંબઇમાં નિધન
4 સપ્ટેમ્બર : જાણીતા ઉદ્યોગપતિ, ટાટા ગુ્રપના ચેરમેન સાયરસ મિસ્ત્રીનું રોડ અકસ્માતમાં મોત
8 સપ્ટેમ્બર : બ્રિટનના મહારાણી એલિઝાબેથનું 96 વર્ષની વયે નિધન
11 સપ્ટેમ્બર : દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતી 99 વર્ષની વયે અંતરધ્યાન થયા.
21 સપ્ટેમ્બર : જાણીતા હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવનું નિધન : 10 ઓગષ્ટના સાઉથ દિલ્હીની જીમમાં વર્ક આઉટ કરતી વખતે હાર્ટએટેક આવ્યો હતો.
2 ઓકટોબર :વિન્ડ એનર્જીના પ્રણેતા જાણીતા ઉદ્યોગપતિ, સુઝલોન એનર્જીના સ્થાપક તુલસી તંતીનું નિધન.
10 ઓકટોબર : સમાજવાદી પાર્ટીના સુપ્રિમો, ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવનું નિધન.
30 ડિસેમ્બર : બ્રાઝીલના ફુટબોલ લેજેન્ડ પેલેનું 82 વર્ષની ઉંમરે નિધન થયું
30 ડિસેમ્બર : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માતુશ્રી હિરાબાએ 100 વર્ષની ઉંમરે અમદાવાદની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા


