સ્વ. હિરાબાના પરિવારની હાજરીમાં રવિવારે વડનગર ખાતે શ્રદ્ધાંજલિ સભા યોજાશે

December 30, 2022

ગરવી તાકાત, મહેસાણા – વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માદરે વતન વડનગર ખાતે સ્વ. હિરાબાનો શોકાંજલિ કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આ શોકસભા કાર્યક્રમ 1 જાન્યુઆરી 2022 રવિવારના રોજ સવારે 10થી 2 વાગ્યા સુધી રાખેલ છે. જેમાં સ્વ. હિરાબા મોદીના તમામ પરિવારજનો હાજર રહી શોકાંજલિ આપશે.   

વડાપ્રધાન મોદીના માતા હિરાબાના નિધનને પગલે વડાપ્રધાન મોદીના વતન વડનગરમાં શોકનો માહોલ છવાયો છે. હિરાબાના નિધનના શોકમાં વડનગર ત્રણ દિવસ બંધ રહેશે. સ્વ. હિરાબાના આજે થયેલા નિધનના કારણે વડાપ્રધાન મોદીના વતન વડનગરના વેપારીઓએ આજે બંધ પાળ્યો હતો. આજથી ત્રણ દિવસ માટે વડનગરના લોકો સ્વ. હીરાબાના નિધનના શોકમાં બંધ પાળશે. વડનગર ખાતે વડાપ્રધાન મોદીના માતા સ્વ. હીરાબાનું શ્રદ્ધાંજલિ સભા ( બેસણું ) તા.1 જાન્યુઆરી 2023ના રોજ સવારે 2થી 10 કલાકે રાખવામાં આવેલ છે. વડનગર ખાતે રવિવારના રોજ રાખેલ શોકસભામાં સ્વ. હિરાબા મોદીના તમામ પરિવાર ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ પાઠવશે. ઉપરાંત અન્ય લૌકીક ક્રિયાઓ પણ વડનગર ખાતે યોજાશે.  સ્વ. હિરાબા મોદીના તમામ સગા સંબંધી તથા પરિવાર શોકસભા હાજર રહેશે.

મહત્વનું છે કે, હિરાબાના નિધનના આ દુઃખદ અવસર પર હિરાબાના પરિવારે વડનગરવાસીઓ, વેપારી મિત્રો તમામનો વડનગર સ્વયંભૂ બંધ રાખવા બદલ સંવેદના વ્યક્ત કરી આભાર માન્યો હતો અને વડનગરવાસીઓને અપીલ કરી હતી કે, ત્રણ દિવસ વડનગરમાં બંધ ન પાળવામાં આવે માત્ર આજનો દિવસ બંધ પાળ્યોં એ પુરતું છે અને ગત રોજથી રાબેતા મુજબ બજારો ખોલી દેવામાં આવે તેવી અપીલ કરી હતી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0