નવા પોલીસ વડાના નામમાં પણ હવે સરકાર ચીફ સેક્રેટરીની જેમ આશિષ ભાટીયાને એક્ષટેશન આપે છે કે કેમ
ગરવી તાકાત, ગાંધીનગર – નવી સરકારની રચના સાથે જ કમસેકમ હાલમાં તો મંત્રી મંડળનું વિસ્તરણ નહીં થાય તેવી શક્યતા દર્શાવાઈ રહી છે પરંતુ સૌની નજર હવે સીએમઓમાં કોને રિપીટ કરવામાં આવે છે અને કોને બદલવામાં આવશે તે પણ ચર્ચા છે. ખાસ કરીને મુખ્ય સચિવ પંકજ કુમાર વધુ એક એક્ષટેશન મેળવશે અને તેઓ ત્રણ માસ માટે રાજ્યના મુખ્ય સચિવ તરીકે બધુ ગોઠવીને પછી વિદાય લે તેવી ચર્ચા છે.

તો બીજી તરફ તેમના સ્થાને નવા ચીફ સેક્રેટરીના નામમાં પણ અધિકારીઓ રાજકુમારને સૌથી આગળ મુકે છે. જેઓ હાલ હોમ, ઉદ્યોગ જેવા મહત્વના વિભાગમાં એડીશનલ ચીફ સેક્રેટરી તરીકે ફરજ બજાવે છે. તો નવા પોલીસ વડાના નામમાં પણ હવે સરકાર ચીફ સેક્રેટરીની જેમ આશિષ ભાટીયાને એક્ષટેશન આપે છે કે કેમ તે પણ અધિકારીઓની નજર છે. જો કે ચર્ચા એવી છે કે હાલ બજેટ સુધી અધિકારીઓને બદલાશે નહીં. સીએમઓમાં કામ કરતા અધિકારીઓ પણ હાલ યથાવત રહેશે.


