મહેસાણા વિશ્વકર્મા વાડીમાં લગ્ન પ્રસંગમાંથી ટેણિયો દોઢ લાખ ભરેલું પર્સ ઉઠાવી ગયો

December 26, 2022

લગ્નપ્રસંગમાં ઉપસ્થિત યુવતિના પિતા પર્સ મુકી પાણી પીવા જતાં ટેણિયો પર્સ લઇ રફૂચક્કર

પર્સની ચોરી કરીને ભાગતો ટેણિયો સીસીટીવી કેમેરામાં કેદ થતાં પોલીસ ફરિયાદ

ગરવી તાકાત, મહેસાણા – મહેસાણાની મનમોહન સોસાયટી રહેતા જયદીપ કુમાર વ્યાસની પુત્રીના લગ્ન હોવાથી તેમણે મહેસાણામાં આવેલી  વિશ્વકર્મા વાડીમાં લગ્ન પ્રસંગનું આયોજન કર્યું હતું.  આ દરમિયાન લગ્ન થતાં દિકરીના પિતા પોતાનું પર્સ ખુરશીમાં મુકી પાણી પીવા માટે ગયા આ દરમિયાન એક ટેનીયો લગ્નમાં બિન બુલાયે બારાતીની જેમ ઉપસ્થિત હતો જે ખુરશીમાં મુકેલું પર્સ તફડાવી ફરાર થઇ ગયો હતો. જો કે લગ્ન પ્રસંગ દરમિયાન પર્સ તફડાવી ફરાર થનાર ટેનિયો સીસીટીવી કેમેરામાં જોવા મળ્યોં હતો. જે સીસીટીવી કુટેજના આધારે ભોગ બનનાર દિકરીના પિતાએ મહેસાણા બી. ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વિશ્વકર્મા વાડીમાં યોજવામાં આવેલ લગ્ન પ્રસંગ દરમિયાન યુવતીના પિતાની પાસે બ્લુ કલરના પર્સમાં 1.50 લાખ રૂપિયા રોકડા હતા. ત્યારે 11 કલાકે લગ્નની વિધિઓ ચાલુ હતી એ દરમિયાન ફરિયાદીને તરસ લાગતા તેઓ મંડપની બાજુમાં પાણી પીતા હતા. તે દરમિયાન પોતાની પાસે પૈસા ભરેલ પર્સ બાજુની ખુરશીમાં મૂક્યું હતું,

જે બાદમાં ત્યાં આગળ એક લાલ કલરના શર્ટ પેરી અજાણ્યો કોઈ ટેણીયાએ હોલમાં ઘુસી આવી ખુરસીમાં પડેલા પર્સને ઉઠાવી ત્યાંથી ફરાર થઇ ગયો હતો. સમગ્ર મામલે ફરિયાદીએ પર્સ ચોરી અંગે પરિવારને જાણ કરતા પરિવાર જનોએ આસપાસના વિસ્તારોમાં અને હોલમાં તપાસ કરી હતી અને CCTV ચેક કર્યા હતા. જેમાં કોઈ બાળક આ પર્સ ચોરી ફરાર થઇ ગયો હોવાનું જોવા મળ્યું હતું.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0