તુ મારી સાથે કેમ સંબંધ રાખતી નહી કહી મહેસાણામાં પરિણીતાના પતિ પર છરી વડે હુમલો

December 26, 2022

ગરવી તાકાત, મહેસાણા-  મહેસાણામાં મહિલાની બે શખ્સે છેડતી કરી હતી. એક શખ્સે મહિલાનો હાથ પકડી “તું મારી સાથે સબંધ કેમ રાખતી નથી” તેમ કહી શખ્સ પરિણીત મહિલા સાથે રકઝક કરતો હતો દરમિયાન મહિલાનો પતિ આવી પહોંચતાં શખ્સને ઠપકો આપતાં ઉશ્કેરાયેલા બે શખ્સે પરિણીતાના પતિ પર છરી વડે હુમકો કર્યો હતો.  મહિલાએ બૂમાબૂમ કરી મૂકી હતી. આ સમગ્ર મામલે મહિલાના પતિએ ઠપકો આપવા જતાં બે શખ્સોએ છાતી પર અને કપાળના ભાગે છરીના ઘા ઝીંકી હુમલો કર્યો હતો. આ સમગ્ર મામલે હાલ મહિલાના પતિને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યાં સમગ્ર મામલે મહેસાણા બી ડિવિઝનમાં બે સામે ફરિયાદ નોંધાઈ છે.

મહેસાણામાં રહેતી મહિલાએ મહેસાણા બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, તે સવારે દરણું દરાવવા જતી હતી. એ દરમિયાન તેમના મહોલ્લામાં રહેતાં એક શખ્સે મહિલાનો હાથ પકડી “તું મારી સાથે સબંધ કેમ રાખતી નથી” એમ કહેતાં મહિલાએ બૂમાબૂમ કરી મૂકી હતી.

આ સમગ્ર ઘટનાની જાણ મહિલાના પતિને થતાં તે ત્યાં આવી પહોંચી શખ્સો સાથે બોલાચાલી કરી હતી. જેમાં એક શખ્સે પોતાની પાસે રહેલી છરી કાઢી ફરિયાદીના પતિના છાતીના ભાગે મારી હતી, તેમજ બીજા શખ્સે પોતાની પાસે રહેલી છરી વડે કપાળના ભાગે ઇજાઓ કરી હતી. આ સમગ્ર મામલે મહિલાના પતિને લોહીલુહાણ હાલતમાં ઇકો ગાડીમાં બેસાડી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે મહેસાણા બી ડિવિઝન પોલીસ એ વધુ તપાસ આદરી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0