ગરવી તાકાત મહેસાણા : ગુજરાતમાં ભાજપનું નવું મંત્રી મંડળ રચાવાનું છે તેની યાદી વાઈરલ થઇ છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં હાલના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, અમદાવાદમાંથી ધારાસભ્ય અમિતભાઈ શાહ, અમિતભાઈ ઠાકર અથવા અમુલ ભટ્ટનો ચાન્સ લાગી શકે છે. વડોદરામાંથી બાલકૃષ્ણ શુક્લ અને મનીષા વકીલ ઉપરાંત પક્ષના દંડક પંકજ દેસાઈ, ઠાકોર નેતા કેશવજી ઠાકોર, વર્તમાન કેબીનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, કિરીટસિંહ રાણા, પૂર્વ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, જયેશ રાદડીયા, ઠાકોર નેતા અલ્પેશ ઠાકોર તેમજ દલીત સમાજના અગ્રણી શંભુપ્રસાદ ટુંડીયા, પૂર્વ મંત્રી રમણલાલ વોરા, સોલંકી બંધુમાંથી પરસોતમભાઈ અથવા હીરા સોલંકી,
જો કે રાજકોટમાંથી તમામ ચાર ધારાસબ્યો કમળના ચૂંટાયા છે પરંતુ તેમાંથી કોઇનું નામ નથી. સુરતમાંથી સંગીતાબેન પટેલ અથવા દર્શના દેશમુખ, સૌરાષ્ટ્રમાંથી કાંતિભાઈ અમૃતિયા અથવા સંજય કોરડીયા, જ્યારે અમદાવાદમાંથી જગદીશભાઈ પંચાલ, સુરતમાંથી પુર્ણેશ મોદી અને કનુભાઈ દેસાઈ, અર્જુનસિંહ ચૌહાણ, રાઘવજી પટેલ, મુળુભાઈ બેરા, શંકર ચૌધરી, હર્ષ સંઘવી, નીમીષા સુથાર અને કુમાર કાનાણી, ગણપત વસાવા, કુંવરજીભાઈ હળપતિના નામ વાઈરલ થયા છે.


