હાર્દિક હારશે કે જીતશે? શું કહે છે સટ્ટાબજાર? જાણો વિવિધ બેઠકો પર હાર-જીતનો ભાવ

December 6, 2022

હાર્દિક હારશે કે જીતશે? શું કહે છે સટ્ટાબજાર? જાણો વિવિધ બેઠકો પર હાર-જીતનો ભાવ
ગુજરાત અને હિમાચલમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે પરિણામોની રાહ જોવાઈ રહી છે. 8 ડિસેમ્બરે ચૂંટણીના પરિણામો આવવાના છે, જો કે તે પહેલા એક્ઝિટ પોલના પરિણામો પક્ષોની જીત અને હારની આગાહી કરી રહ્યા છે. સોમવારે બીજા તબક્કાના મતદાન બાદ આવેલા મોટાભાગના એક્ઝિટ પોલમાં ગુજરાતમાં સતત 7મી વખત ભાજપની સરકાર બનવાનો દાવો કરી રહ્યાં છે. જાણો કઈ બેઠક પર ભાજપની જીત છે.
હાર્દિક હારશે કે જીતશે? શું કહે છે સટ્ટાબજાર? જાણો વિવિધ બેઠકો પર હાર-જીતનો ભાવ  
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ બે તબક્કામાં યોજાઈ. બન્ને તબક્કાનું મતદાન થઈ ચુક્યું છે. મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પોતાની પસંદના જનપ્રતિનિધિને ચૂંટી કાઢ્યાં છે. મતદાન પુરું થતાં વિવિધ એક્ઝિટ પોલ પણ સામે આવ્યાં. જેમાં ભાજપની જીતનો દાવો કરાઈ રહ્યો છે. જોકે, એક્ઝિટ પોલ બાદ હવે ચૂંટણીમાં ઉમેદવારોની હાર-જીતને લઈને સટ્ટાબજાર પણ ગરમ થયું છે. વિવિધ જગ્યાએ સટ્ટોડિયાઓ ભાજપ-કોંગ્રેસ અને આપ એમ પાર્ટી વાઈઝ અને અમુક સ્થળે ઉમેદવાર વાઈઝ પણ સટ્ટા બજારમાં ભાવ-તાલ સતત ઉપર નીચે થયાં કરે છે. સટ્ટાબજારમાં વિસાવદરથી હર્ષદ રીબડીયા, માણાવદરમાં જવાહર ચાવડાની જીત નિશ્ચિત છે. આ ઉપરાંત સટ્ટોડીયાઓના મતે ધોરાજી બેઠક પર લલિત વસોયા , જામજોધપુરથી ચિરાગ કાલરીયાની જીત નિશ્ચિત છે. અમરેલી જિલ્લાની 5 પૈકી 3 બેઠક પર ભાજપ તો 3 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારો જીત માટે હોટ ફેવરીટ છે.

ઉત્તર ગુજરાતની બેઠકોની સ્થિતિ: સટ્ટાબજારમાં ખેડબ્રહ્મા , મહેસાણા , ઊંઝા , માણસા , ઈડર , મોરબી , રાજકોટ પશ્ચિમ બેઠક પર ભાજપની જીત નક્કી છે. સટ્ટોડીયાઓને પાટણ બેઠકથી કોંગ્રેસની ઉમેદવાર કિરીટ પટેલની જીત નક્કી લાગી રહી છે. વડોદરા શહેરની તમામ બેઠકો પર સટ્ટોડીયાઓ ભાજપની જીત બેઠક માની રહ્યા છે. અહીં વર્ષોથી ભાજપ-કોંગ્રેસ કોઈ નથી ચાલતા:
સટ્ટાબજારના મતે મોરબી બેઠકથી ભાજપના કાંતિ અમૃતીયાની જીત નિશ્ચિત , ટંકારા બેઠક પર લલિત કગથરાની મામુલી સરસાઈથી જીત થઈ શકે છે. સટ્ટાબજાર પોરબંદરની બેઠક પર જીત માટે અર્જૂન મોઢવાડીયા જીત માટે હોટ ફેવરીટ તો કુતિયાણા બેઠક પર કાંધલ જાડેજાની જીત નક્કી છે.

સટ્ટા બજારમાં હાર્દિક અને અલ્પેશનો શું છે ભાવ?
બનાસકાંઠાની વાવ અને થરાદ બેઠક પર કાંટાની ટક્કરની વચ્ચે મોટો સટ્ટો લાગી રહ્યો છે. સટ્ટાબજારમાં હાર્દિક પટેલની જીતનો ભાવ 90 પૈસા તો અલ્પેશ ઠાકોરની જીતનો ભાવ 80 પૈસા છે. એક તરફ એક્ઝીટ પોલ બાદ સટ્ટાબજારમા પણ ભાજપને ભારે જનમત મળતો દેખાઈ રહ્યો છે. બીજી તરફ કોંગ્રેસનો હાથ છોડીને પક્ષ પલટો કરીને ભાજપમાં આવેલાં હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર જેવા નેતાઓ જીતશે કે નહીં તેના પર પણ સટ્ટા બજારમાં હાલ મોટો દાવ રમાઈ રહ્યો છે. સટ્ટોડીયાઓના મતે ભાજપને 140-142 બેઠક તો આપને 4-6 બેઠક અને કોંગ્રેસને 30-34 બેઠક મળવાનું અનુમાન છે. બીજા તબક્કાના મતદાન અગાઉ સટ્ટાબજારનું સેશન ભાજપને 137-139નું હતું જે વધીને 140-142નું થયું છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0