ગરવી તાકાત, મહેસાણા તા. ૦૫
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આ સમયે ત્રિપાંખીયો જંગ છે તેમાં કેટલીક એવી બેઠકો છે કે જેમાં ફક્ત 2% માર્જીનથી હાર-જીત નિશ્ચિત થઇ હતી અને તેથી હવે આ બેઠકો પર તમામ પક્ષોએ જોર લગાવ્યું છે. ખાસ કરીને કોંગ્રેસ અને ભાજપ આ બેઠકો જળવાય રહે તે જોવા માગે છે તો આમ આદમી પાર્ટી ઇચ્છે છે કે આ સાંકડા માર્જીનમાં તે કમસેકમ પરિણામમાં કઇ ઉથલપાથલ કરી શકે તો તે પણ ભાજપ અને કોંગ્રેસ માટે એક બોધપાઠ હશે અને તેથી ખાસ કરીને ભાજપે આ બેઠક માટે ચિંતા કરી છે. 
જેમાં ગોધરા (ભાજપ જીત માર્જીન 258 મત), ધોળકા (ભાજપ જીત માર્જીન 327 મત), માણસા (કોંગ્રેસ જીતનું માર્જીન 524 મત), દિયોદર (કોંગ્રેસ જીતનું માર્જીન 972), છોટાઉદેપુર (કોંગ્રેસ જીતનું માર્જીન 1093 મત), વિજાપુર (ભાજપ-જીત માર્જીન 1164 મત), હિંમતનગર (ભાજપ-જીતમાર્જીન 1712 મત)), મોડાસા (કોંગ્રેસ જીતનું માર્જીન 1640 મત), ઉમરેઠ (ભાજપ જીતનું માર્જીન 1883 મત), ધાનેરા (કોંગ્રેસ જીતનું માર્જીન 2093 મત), માતર (ભાજપ જીતનું માર્જીન 2406 મત), પ્રાંતીજ (ભાજપ જીતનું માર્જીન 2551 મત), ફતેપુરા (ભાજપ-જીતનું માર્જીન 2711 મત) ખંભાત (ભાજપ જીતનું માર્જીન 2318), સોજીત્રા (કોંગ્રેસ જીતનું માર્જીન 2388), ડભોઇ (ભાજપ જીતનું માર્જીન 2839 મત), જેતપુર પાવી (કોંગ્રેસ જીતનું માર્જીન 3052), વિસનગર (ભાજપ જીતનું માર્જીન 2869 મત), બાપુનગર (ભાજપ-જીતનું માર્જીન 3067 મત). આ તમામ બેઠકો પર હાલ ત્રિપાંખીયો જંગ છે.


