કોંગ્રેસ પાસેથી પાટણની બેઠક આંચકી લેવા રાજુલબેન દેસાઇને સત્તાના મહાસંગ્રામમાં ઉતારવાની રણનિતી ભાજપનો માસ્ટર સ્ટોક સાબિત થશે
કોંગ્રેસના કિરીટ પટેલ ગમે તેટલા હવાતીયા મારે પણ જનતા તેમને રીપીટ કરવાના મૂડમાં નથી
• ગતિશીલ પાટણને વધુ ગતિશીલ બનાવવા ભરોસાની ભાજપ સરકાર સાથે રાજુલબેન દેસાઇનો વિજય થકી ભરોસો જીતવો જરૂરી ઃ મતદારો
ગરવી તાકાત, મહેસાણા
— ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સત્તાના આ મહાસંગ્રામ ચૂંટણીના દિવસો નજીક આવતાં ગરમાતો જાેવા મળી રહ્યો છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસના ગઢ ગણાતાં પાટણ જિલ્લામાં ગાબડું પાડવા ફૂંકી ફૂંકીને ઉમેદવારની પસંદગી કરી પાટણની આ બેઠક પર ભાજપે રમીલાબેન દેસાઇના સત્તા આ મહાસંગ્રામમાં જીતના પૂર્ણ આશાવાદ સાથે ઉતાર્યા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા પાટણની બેઠક કબજે કરવાની ઘડેલી રણનિતીના તમામ જ્ઞાતિવાદના સમીકરણો અને રાજકિય પાસાઓનું અધ્યન કર્યા બાદ રાજુલબેન દેસાઇની પસંદગી કરી પાટણની આ બેઠક જીતવાં ભાજપે માસ્ટર સ્ટોક માર્યો છે.
— પાટણમાં મોટા પ્રમાણમાં ઠાકોર, માલધારી સમાજ અને પાટીદાર મતદારોનો મોટો હિસ્સો છે. ત્યારે માલધારી સમાજની દિકરી એવા રાજુલબેન દેસાઇ ભાજપના ઉમેદવાર તરીકે આવતાં તમામ જ્ઞાતિ સમાજમાંથી તેમને જન સમર્થન મળી રહ્યું છે. તો પાટણ ભાજપના કાર્યકરો અને સમર્થકો પોતાના ઉમેદવારને જીતાડવા માટે એડીચોટીનું જાેર લગાવી જાેરશોરથી ચૂંટણી પ્રચારની
સાથે સાથે મતદારોને મન અને મત જીતવાની કોશિશમાં લાગી ગયા છે. આમ પાટણની બેઠક પર પાટણ શહેર સહિત ગ્રામ્ય મતદારો પણ રાજુલબેન દેસાઇ પર સંપૂર્ણ વિશ્વાસ મુકી પાટણની મુખ્ય સમસ્યાઓને દૂર કરી પાટણના મતદારો અને શહેરનો વિકાસ થાય તેવા પ્રયાસો કરવામાં રાજુલબેન યોગ્ય ઉમેદવાર હોવાના પણ પુરાવા આપી રહ્યા છે.
— પાટણ વિધાનસભાની બેઠકમાં આ વખતે મુખ્યત્વે મોટા ત્રણ રાજકિય પક્ષો મેદાનમાં છે. જેમાં ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ત્યારે પાટણની આ બેઠક મતદારોએ કોંગ્રેસને અનેકવાર જીત અપાવી છે. પરંતુ આ વખતે ભાજપે પોતાની આગવી રણનિતી અને ચૂંટણીના ચાણ્કય એવા અમિત શાહ અને નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતમાં કરાયેલા ઉમેદવારોની પસંદગીમાં પાટણની બેઠક પર વધુ ફોકસ કરીને રાજુલબેન દેસાઇને ઉતારતાં ચૂંટણી અગાઉ જ પોતાની જીત નોંધાવી લીધી હોવાનું સૂર જાેવા મળી રહ્યો છે. પાટણ બેઠક પર મતદારોનો મિજાજ પારખવાની કોશિશ કરતાં મતદારોમાં પણ રાજુલબેન દેસાઇ બહુમતિ સાથે આ બેઠક કબજે કરશે તેવો મત વ્યક્ત કરી રહ્યા છે તો સાથે સાથે પાટણમાં કોંગ્રેસના ધારાસભ્યને પાંચ વર્ષનો સમય આપ્યોં હોવા છતાં પાટણ શહેરના વિકાસમાં કોઇ પ્રગતિ જાેવા મળતી નથી. ૨૦૧૭ની ચૂંટણીમાં આ બેઠક પર કોંગ્રેસને વિજય અપાવી શહેરમાં વિકાસકિય કાર્યોને વેગ મળશે તેવી મતદારોએ રાખેલી આશા ઉપર પાણી ફેરવી દીધું હોવાના મત સાથે મતદારો આ વખતે પોતાનો મિજાજ બદલી ભારતીય જનતા પાર્ટીના રાજુલબેન દેસાઇને મત આપી પાટણ શહેરના વિકાસને વધુ વેગવંતો બનાવવાનો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે. તો સાથે સાથે રાજુલબેન દેસાઇ પોતાના સમર્થકો અને ટેકેદારો સાથે પાટણ બેઠકમાં આવતાં તમામ ગામડાઓમાં ચૂંટણી પ્રચારમાં જતાં તેમને મળતાં ભરપૂર આવકાર પણ એ વાતની સાબિતી મળી રહે છે કે પાટણ બેઠક પર કોંગ્રેસની આ બેઠક આ વખતે ૨૦૨૨ના ભાજપના ચૂંટણીના વાવાઝોડામાં ક્યાંય ફંટાઇ જશે અને રાજુલબેન દેસાઇ પાટણની આ બેઠક પર કમળનું ફૂલ ખિલાવશે.

— રાજુલબેન દેસાઇ રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય થકી અનેક મહિલાઓની સમસ્યાનો અંત આણી મદદ કરી છે
— પાટણના રાજુલબેન દેસાઇ એ પ્રતિષ્ઠિત અને સ્વચ્છ છબી ધરાવતું નામ હોવાથી ભાજપે તેમને ટિકીટ આપી છે. તો સાથે સાથે તેઓની શૈક્ષણિક લાયકાત, રાજકિય, સામાજિક ક્ષેત્રે પણ આગવી નામના ધરાવતાં રાજુલબેન દેસાઇ કોલેજના પ્રિન્સિપાલ છે. તેઓ રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય હતાં ત્યારે તેમની પાસે અનેક મહિલાઓ પોતાના નડતરૂપ સમસ્યાના ઉકેલ માટે આવતાં રાજુલબેન દેસાઇએ મહિલાઓની સમસ્યા રાષ્ટ્રીય લેવલે પહોંચાડી અનેક મહિલાઓને મદદરૂપ થઇ પોતાની ફરજ નિભાવી છે. તો માલધારી સમાજમાં પણ તેમનું એક આગવું નામ ધરાવે છે. સમાજના કોઇપણ સંમેલનમાં તેઓનું સ્થાન મહત્વનું રહ્યું છે.


