— ખેરાલુ વિધાનસભા બેઠક પર સતત પાંચ વખત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે મેદાન માર્યુ છે :
ગરવી તાકાત મહેસાણા : ગરવી તાકાત, મહેસાણા : મહેસાણાની સાતેય બેઠકો પર ઠંડીના ચમકારા વચ્ચે રાજકિય ગરમાવાનો અહેસાસ થઇ
રહ્યો છે. ત્યારે છેલ્લા બે દાયકાથી ભારતીય જનતા પાર્ટીનો અભેદ્ય કિલ્લો સાબિત થયેલી ખેરાલુ વિધનસભાની આ બેઠક પર ભાજપના સરદારભાઇ ચૌધરી પોતાના ટેકેદારો અને સમર્થકો સાથે જાેરશોરથી ડોર ટુ ડોર પ્રચાર અને પ્રસારમાં લાગી ગયા છે. તો બીજી તરફ સરદારભાઇ ચૌધરીને મતદારો સમર્થન આપી રહ્યા છે અને નાના મોટા ગામડાઓમાં સરદારભાઇના ચૂંટણી પ્રચાર દરમિયાન મતદારો દ્વારા સરદારભાઇ તૂમ આગે બઢો હમ તુમ્હારે સાથે હૈના નારા પણ ગુંજી રહ્યા છે. ત્યારે સરદારભાઇ ચૌધરીએ પોતાનો મત વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી ભારે લીડથી વિજયી બનશે.
મહેસાણા વિધાનસભા મતક્ષેત્રની ખેરાલુ બેઠક પર આ વખતે ત્રિપાખીંયા જંગ વચ્ચે ભારે રસાકસી જાેવા મળશે. જાે કે ખેરાલુની આ બેઠક પર આ વખતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સરદારભાઇ ચૌધરીની પસંદગી કરી તેમને મેદાનમાં ઉતાર્યા છે. ખેરાલુની બેઠક બે દાયકાથી ભારતીય જનતા પાર્ટીનો ગઢ સાબિત થયો છે. ૨૦૦૨માં ખેરાલુની આ બેઠક પર ભાજપના રમીલાબેન દેસાઇ વિજય થયા હતા ત્યારબાદ ૨૦૧૭-૨૦૧ર અને ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપના શંકરજી ઓખાજી ડાભીએ બાજી મારી હતી જાે કે પાટણ લોકસભાની ચૂંટણીમાં ખેરાલુના શંકરજી ડાભીને ટિકીટ
અપાતાં તેઓએ ખેરાલુ વિધાનસભા બેઠક પરથી રાજીનામું આપ્યું હતું જેને લઇને ૨૦૧૯મા યોજાયેલી પેટા ચૂંટણીમાં પણ ભાજપના જ અજમલજી ઠાકોર વિજય બન્યાં હતા. આમ ખેરાલુની આ બેઠક પર હેટ્રીક નહી પણ સતત પાંચ વખત ભાજપ વિજય બન્યું હતું.
ત્યારે આ વખતની ચૂંટણીમાં ભાજપે આ બેઠક પરથી સરદારભાઇ ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે સરદારભાઇ ચૌધરીને સમગ્ર ખેરાલુ શહેર સહિત આસપાસના મતક્ષેત્રમાં આવતાં નાના મોટા તમામ ગામડાઓમાંથી તેમને ભરપૂર જનસમર્થન પણ સાંપડી રહ્યંુ છે. સરદારભાઇ ચૌધરી પોતાના સમર્થકો, ટેકેદારો સાથે ખેરાલુ પંથકના ગામડે ગામડા ખુંદી રહ્યા છે અને મતદારોના મન જીતવા નીકળેલા સરદારભાઇને મળતાં આવકાર પરથી આ બેઠક પર સરદારભાઇ ચૌધરી મેદાન મારી જાય તેવો મત સ્થાનિક મતદારો વ્યક્ત કરી રહ્યા છે તો સાથે સાથે ભાજપના આ ગઢમાં આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ પાર્ટી ગાબડું પાડી શકે તેમ નથી. ખેરાલુના મતદારો હરહંમેશ ભાજપને જ જીતાડી છે ત્યારે આ વખતની ચૂંટણીમાં પણ ભાજપી તરફી માહોલ જામ્યોં છે.


