— બહુચરાજી બેઠકના કોંગ્રેસના ઉમેદવારને ગામડાઓમાં ભરપૂર જનસમર્થન : રાત્રિ સભાઓમાં ખાટલાં બેઠકોનો દોર
ગરવી તાકાત મહેસાણા : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૂંટણી
જીતવાની રણનિતી ઘડી રહ્યા છે. મહેસાણા જિલ્લાની સાત બેઠકો કબજે કરવા રાજકિય પાર્ટીઓ દિવસ દરમિયાન ડોર ટુ ડોર પ્રચારનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને મતદારોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. ત્યારે મહેસાણા વિધાનસભાની બહુચરાજી બેઠક પર પણ કોંગ્રેસ ભાજપ, સહિતના ઉમદેવારો પણ ચૂંટણીનો જાેરશોરથી પ્રચાર કરી રહ્યા છે. બહુચરાજી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર અમૃતજી ઉર્ફે ભોપાજી ઠાકોર ચૂંટણી લડી રહ્યા છે તો સામે પક્ષે ભાજપના ઉમેદવાર સુખાજી ઠાકોર મેદાનમાં છે.
આમ બહુચરાજીની આ બેઠક પર રસાકસીભર્યો ચૂંટણી જંગ જામશે તો બીજી તરફ આમ આદમી પાર્ટીના ઉમેદવાર તેમજ અપક્ષ ઉમેદવારી કરનાર ઉમેદવારો ભાજપ કે કોંગ્રેસની વોટબેંક ફટકો પાડશે. જાે કે ખરાખરીનો જંગ બહુચરાજીની આ બેઠક પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે હોવાનું સ્થાનિક મતદારો માની રહ્યા છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ભોપાજી ઠાકોરે આજે બહુચરાજી ખાતે કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્દઘાટન
કર્યુ હતું જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાન કાર્યકરો તેમજ સમર્થકો અને ટેકેદારો ઉમટી પડ્યાં હતા. ભોપાજી ઠાકોરને કોંગ્રેસમાંથી ચૂંટણી જીતાડવા માટે યુવાનો એડીચોટીનું જાેર એક કરી બહુચરાજી વિધાનસભા બેઠકમાં આવતાં નાના મોટા ગામડાઓ ખુંદી રહ્યા છે અને પોતાના ઉમેદવાર ભોપાજી ઠાકોરને જીતાડવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે.
બહુચરાજીની આ બેઠક પર બંને ક્ષત્રિય ઠાકોર સમાજના ઉમેદવારો વચ્ચે લડાઇ છે જેના કારણે ક્ષત્રિય ઠાકોર દરબાર સમાજની વોટબેંકનું ચોક્કસપણે ધ્રુવીકરણ થશે. જાે કે બહુચરાજીની આસપાસના નાના મોટા ગામડાઓમાં કોંગ્રેસના ઉમેદવાર એવા ભોપાજી ઠાકોરના હુલામણા નામથી ઓળખાતાં અમૃતજી ઠાકોરને મતદારોનું સમર્થન પણ મળી રહ્યું છે. જાે કે ખરાખરીનો ખેલ આગામી પાંચમી ડિસેમ્બરે મતદાનના દિવસે જાેવા મળશે કે મતદારો બહુચરાજીની આ બેઠક કોની ઝોલીમાં નાખે છે કોંગ્રેસ કે પછી ભાજપ.


