ખેરાલુ બેઠક પર પરલોકથી ‘આલોક’માં ઉતરી એક સ્વાર્થીએ વિધાનસભાની ચૂંટણી જીતવા ગોઠવી દીધા સોગઠાં

November 23, 2022

— ખેરાલુની જનતાને પાણીના બોર સહિતની સુવિધાઓ આપી ને હવે “કુવા”માં નાખી દેવા પર પ્રાંતિય યુવાન નેતાએ ગોઠવણ કરી :

— કોઈને કોઈ રીતે નાણાનો મેળ પાડી જનતાને સેવાના નામે સુવિધા આપી ચૂંટણીમાં રમાયું મતનું રાજકારણ :

— ખેરાલુની જનતામાં ખેરાત કરી ખનીજ, રોયલ્ટી ચોર સાથે મિલીભગતથી પ્રજાના મત લૂંટવા પ્રયાસ :

— કહેવાતા દાનવીર રાયજાદાને મુકાનો મળી ગયો સાથ, ને હવે ‘મૂક્કો’ મારી પ્રજાને કુવામાં ધકેલવા કારસો :

ગરવી તાકાત મહેસાણા : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે મુખ્ય રાજકીય પક્ષો તેમજ અપક્ષ ઉમેદવારી કરનારા ચૂંટણી જંગના લડવૈયાઓ મતદાતાઓના આંગણે જઈને બે હાથ જોડી પોતાને મતદાન કરવા આજીજી કરી રહ્યા છે. આ અંગે ઉમેદવારો અને મતદારોનો ‘મિજાજ’ જાણવા મહેસાણા જિલ્લામાં પ્રયાસ કર્યો તો જાણવા મળ્યું કે જિલ્લાની સાત વિધાનસભા બેઠક પર ખરાખરીનો જંગ જામશે. આ બધી બાબતો વચ્ચે જિલ્લાની ખેરાલુ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડતા ભાજપના ઉમેદવારને ટાર્ગેટ બનાવીને અપક્ષ ઉમેદવારી કરનાર એક સ્વાર્થીએ અહીંના ખનીજ અને રોયલ્ટી ચોરનો સહારો લઈને ખેરાલુની જનતાને ‘કુવા’માં ધકેલવા માટે કારસો રચ્યો હોવાની બાબત પણ જનતાના મુખેથી જાણવા મળી છે.

ખેરાલુ પંથકમાં શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં ઉડેલી હવા મુજબ કહેવાય છે કે છેલ્લા કેટલાય સમયથી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં દાતા બનીને પરલોકથી ‘આલોક’માં ઉતરી આવેલા એક વ્યક્તિએ કોઈને કોઈ રીતે નાણાંનો મેળ પાડી અહીંના ગ્રામ્ય વિસ્તારની ભોળી પ્રજાને વિશ્વાસમાં લઈને તેમના અમુક કામોમાં આર્થિક મદદ કરી પોતે સેવાભાવી હોવાની છાપ ઊભી કરી છે. પંથકમાં રહેતા એક કથિત ખનીજ અને રોયલ્ટી ચોર મુકાનો હાથ પકડીને ખેરાલુની જનતાની જરૂરિયાતો પૂરી કરવા ‘ખેરાત’ કરતાં કથિત સેવાભાવી રાયજાદાની દાનત ખરા અર્થમાં તો અહીંના મતદારોના મત લૂંટવામાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ખેરાલુ પંથકમાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટી તેમજ કોંગ્રેસ પાર્ટીના કાર્યકર અને વર્તમાન વિધાનસભા ચૂંટણીના ઉમેદવારને હરાવવા માટે પરલોકથી ‘આલોક’માં ઊતરી આવેલા કહેવાતા સેવાભાવી રાયજાદાએ ખનીજ અને રોયલ્ટી ચોર સાથે હાથ મિલાવીને અપક્ષ ઉમેદવારી નોંધાવી અહીંની જનતાને ‘કુવા’માં ધકેલવાનો કારસો રચી કાઢ્યો હોવાની પણ ચર્ચા પંથકમાં પ્રસરી રહી છે.

— જનતાની સેવા એમનેમ નોતી કરાતી, વિધાનસભા ચૂંટણીમાં મત ખંખેરવા સમજી વિચારીને ષડયંત્ર રચાયું હતું :

છેલ્લા કેટલાક સમયથી જિલ્લાના છેવાડાના ગણાતા ખેરાલુ પંથકના ગ્રામ્ય વિસ્તારની ગરીબ અને ભોળી પ્રજાને વિશ્વાસમાં લઈને સેવાના નામે નાણાંની ખેરાત કરનાર કથિત સેવાભાવી રાયજાદાની ‘સ્વાર્થીવૃતિ’ વિધાનસભા ચૂંટણીની જાહેરાત જેમ જેમ નજીક આવતી ગઈ તેમ તેમ બહાર આવતી રહી છે. કહેવાય છે કે પરલોકથી આલોક’ (ખેરાલુ) પંથકમાં સેવાભાવિના નામે ઉતરી આવેલા વ્યક્તિએ અહીંની જનતાને તેમની જરૂરિયાત મુજબની કામગીરીઓ પૈસાના જોરે કરાવી આપી. એટલું જ નહીં પંથકમાં વસવાટ કરતા કથિત ખનીજ અને રોયલ્ટી ચોર મુકા સાથે તેને ગાઢ ભાઈબંધી થતાં મુકાના સહારે જન માનસમાં કોઈપણ જાતની સેવા જોઈતી હોય તો કથિત રાયજાદાને મળવાથી પ્રાપ્ત થઈ શકે તેમ હોવાનું ભુસુ ભરી દેવામાં આવ્યું હોવાની પણ ચર્ચા સામે આવી છે. કહેવાય છે કે ગરીબ અને આર્થિક રીતે પછાત લોકોને થોડો ટેકો મળી જાય તો તેમનું કામ નીકળી જાય. એ રીતે ખેરાલુ પંથકમાં ગરીબ અને આર્થિક રીતે પછાત લોકોની મદદ માટે કથિત સુકાર્યો છેલ્લા કેટલાક મહિનાથી રાયજાદા અને મુકાના સથવારે કરવામાં આવી રહ્યા છે.

— નમન નમન મે ફેર. બહોત નમે નાદાન…. ખેરાલુ ની જનતાને હવે સમજાઈ ગયું હશે કે સત્ય શું છે?

ખેરાલુ પંથકમાં વગર સ્વાર્થ એ સેવાના કાર્યો કરવામાં આવતા હોવાની હવા ફેલાવવામાં આવી હતી. પરંતુ વાસ્તવિકતા વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ સામે આવી ગઈ હોવાનું લોકો કહી રહ્યા છે. ખેરાલુ વિસ્તારમાં એક ચર્ચા એવી પણ છે કે કોઈપણ સ્વાર્થ વગર ગરીબ અને જરૂરિયાત મંદ લોકોની મદદે પરલોકથી આલોકમાં દોડી આવતા કથિત સેવાભાવી રાયજાદાએ પોત તો ત્યારે પ્રકાશ્યું જ્યારે તેના જીગરજાન મુકાએ કથિત સેવાભાવી વિધાનસભાની અપક્ષ ચૂંટણી લડશે અને એ માટે ખેરાલુની પ્રજાએ તેમને મત આપવાના રહેશેની જાહેરાત કરી. જોકે જનતા કહી રહી છે કે એ દિવસ પણ આવી ગયો, ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ અને કહેવાતા સેવાભાવીએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હવે કરેલી સેવાના બદલામાં મતદારો પાસેથી મત ખંખેરવા માટે રાત- દિવસ દોડાદોડી કરાઈ રહી છે.

બુદ્ધિ જીવી લોકો તો એમ કહી રહ્યા છે કે કહેવાતા સેવાભાવી રાયજાદાની મેલી મુરાદ અમે પહેલેથી જાણતા હતાં. આજના જમાનામાં વગર સ્વાર્થે કોઈ કોઈનું તો છોડો સગો ભાઈ પણ કામ કરતો નથી અને આ તો પાછો પરલોકથી ઉતરીને આવ્યો છે. તે ક્યાંથી નિસ્વાર્થ રીતે જનતાની સેવા કરે? હવે વિધાનસભા ચૂંટણીમાં સેવાના નામે કરેલા કામના બદલામાં મતોની માંગણી કરી જનતાને ‘કૂવા’માં ધકેલવાનો રીતસરનો કારસો રચી નાખવામાં આવ્યો હોય તેવી પ્રતીતિ ખેરાલુ પંથકની જનતાને થઈ રહી હોવાની ચર્ચા પૂરજોશમાં ચાલી રહી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0