— પોલીસને મળેલી ખાનગી બાતમીના આધારે ૨૫ હજારનો પરપ્રાંતિય દારૂ ઝડપાયો :
ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે જિલ્લામાં પોલીસ પેટ્રોલીંગ વધારી વોંચ રાખવામાં આવી રહી છે જેમાં વિદેશી દારૂના નાના મોટા ગામડાઓમાં તાલુકાઓમાં ચાલતાં વેચાણ પર વોંચ રાખવા કરેલા આદેશ મુજબ સાંથલ પોલીસે બાતમીના આધારે જાેટાણા ખાતેથી ખેંતરમાં રાખેલો ૨૫ હજારની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લઇ બે શખ્સો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ અંતર્ગત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સાંથલ પોલીસના પીએસઆઇ એ.કે.વાઘેલા તથા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન મનુજીને ખાનગી રાહે બાતમી મળી હતી કે ઝાલા પ્રકાશસિંહ ઉર્ફે પકો ઉપેન્દ્રસિંહ માનભા તથા ઝાલા ચંન્દ્રસિંહ ઉર્ફે જાડીયો વનરાજસિંહ રહે. બંન્ને કટોસણ તા. જાેટાણાવાળાઓ તેજપુરા તા. જાેટાણાની સીમમાં પોતાના કબજા ભોગવટાના ખેતરમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો પરપ્રાંતિય વિદેશી દારૂનો જથ્થો બહારથી લાવીને વેપાર કરી રહ્યા છે.
જે બાતમીના આધારે સાંથલ પોલીસે રેઇડ કરતાં ઝાલા પ્રકાશસિંહ ઉર્ફે ઉપેન્દ્રસિંહ મનભા રહે. કટોસણ, ઉદપુરા તા.જાેટાણાવાળાનાા ખેતરમાંથી ગેરકાયદેસ વિદેશી દારૂનો જથ્થો બોટલ નંગ ૧૬૮ કિંમત રૂા. ૨૫, ૬૮૦ ઝડપી પાડી હતી. જ્યારે ચંન્દ્રસિંહ ઉર્ફે જાડીયો વનરાજસિંહ ઝાલા રહે. કટોસણ તા. જાેટાણાવાળો શખ્સ સ્થળ પર હાજર ન હોઇ બંન્ને વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.


