જેલ ભરો આંદોલન : મહેસાણા જિલ્લા અર્બુદા સેના દ્વારા વિપુલ ચૌધરીને છોડાવાની માંગણી સાથે કલેક્ટરને આવેદન

October 20, 2022

— વિપુલ ચૌધરીના સમર્થનમાં મહેસાણા જિલ્લાના અર્બુદા સેનાના સૈનિકો આકરા પાણીએ :

— મહેસાણા જિલ્લા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં જેલભરો આંદોલનની નીવ મુકાઇ :

ગરવી તાકાત મહેસાણા :  મહેસાણા અર્બુદા સેના દ્વારા વિપુલભાઈ ચૌધરીની મુક્તિ માટે ૨૦ ઓક્ટોબરના રોજ જેલભરો આંદોલન અને ધારણાનો કાર્યક્રમ અંતર્ગત આજે મહેસાણા જિલ્લાની કલેકટર કચેરી ખાતે ધારણા કાર્યક્રમ અને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન વિપુલભાઈ ચૌધરી તાત્કાલિક મુક્ત થાય તેવી રજૂઆત કરવામાં આવી હતી જાે મુક્તિ નહિ કરવામાં આવે તો આનાથી પણ આક્રમક કાર્યક્રમો કરવાની ચીમકી આપી હતી.

કલેકટર કચેરી બાદ રેલી સ્વરૂપે અર્બુદા સેનાના કાર્યકરો મહેસાણા એસ પી કચેરી ખાતે પહોંચી આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જ્યાં અર્બુદા સેનાના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. ત્યાર બાદ અર્બુદા સેનાના કાર્યકરો પોલીસ કચેરી ખાતે બેસી વિપુલભાઈ ની મુક્તિ માટેના નારા લગાવ્યા હતા. આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, પાટણ અરવલ્લી અને મહેસાણા સહિતના જિલ્લામાં અર્બુદા સૈનિકોએ વિપુલભાઈ ચૌધરીના સમર્થનમાં ધરણા અને જેલભરો આંદોલન કરી વિપુલભાઇ ચૌધરીની મુક્તિ માટે આક્રમક કાર્યક્રમો સાથે વિરોધ દર્શાવ્યો હતો.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. તો બીજી તરફ છેલ્લા કેટલાક સમયથી પૂર્વ ગૃહ મંત્રી તેમજ દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની અટકાયતને પગલે સહકારી ક્ષેત્રની સાથે સાથે રાજકિય ગરમાવો પણ પ્રસર્યો છે. ઉત્તર ગુજરાત સહિત મહેસાણા જિલ્લામાં અર્બુદા સેનાના સ્થાપક તેમજ પૂર્વ ગૃહમંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની અટકાયતના વિરોધમાં આજથી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી જેલભરો આંદોલનની શરૂઆત કરવામાં આવી છે.

જે અંતર્ગત મહેસાણા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યા બાદ જેલભરો આંદોલનની શરૂઆત કરવા જતા કાર્યકર્તાઓની અટકાયત કરાઈ હતી. જાેકે છેલ્લા કેટલાક સમયથી મહેસાણા જિલ્લામાં અર્બુદા સેના દ્વારા વિવિધ કાર્યક્રમો આપી પૂર્વ ગૃહ મંત્રી વિપુલ ચૌધરીને તાત્કાલિક ધોરણે મુક્ત કરવાની માંગણી કરવામાં આવી રહી છે.

— અર્બુદા સેનાના સૈનિકો જેલમાં દિવાળી ઉજવવા પણ તૈયાર છે : મહેસાણા જિલ્લા અર્બુદા સેનાના પ્રમુખ

આજે મહેસાણા જિલ્લા કલેકટરની આવેદનપત્ર આપ્યા બાદ મહેસાણા જિલ્લાના અર્બુદા સેનાના પ્રમુખે જણાવ્યું હતું કે, આગામી સમયમાં દિવાળી જેલમાં ઉજવવા માટે અર્બુદાના સૈનિકો તૈયાર છે. તેમજ આજે પ્રતિનિધિ સ્વરૂપ શરૂ થયેલા જેલ ભરો આંદોલન અંતર્ગત આગામી સમયમાં બે લાખ જેટલો સમાજ દિવાળી તેમજ બેસતુ વર્ષ જેલમાં ઉજવવા તૈયાર છે. જાેકે સરકાર આ મામલે તાત્કાલિક ધોરણે વિપુલ ચૌધરીની મુક્ત નહીં કરે તો આગામી સમયમાં તેના પરિણામો ભોગવવા તૈયાર રહે તે નક્કી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0