— ગાંધીનગર ખાતે અર્બુદા સેના ધરણા કરવાની તૈયારી :
— દરેક જિલ્લામાં મોટા પાયે ધરણા જેલ ભરો કાર્યક્રમ યોજવામાં આવશે : મહા પંચાયત ગાંધીનગર ખાતે યોજશે :
ગરવી તાકાત મહેસાણા : દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની થોડા દિવસો અગાઉ ધરપકડને લઈ ઉત્તર ગુજરાતમાં રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો. ત્યારે આગામી સમયમાં વિપુલ ચૌધરીને જેલ મુક્ત કરવામાં નહીં આવે તો ચૌધરી સમાજ મોટી સંખ્યામાં ગાંધીનગર પહોંચી ધારણા, આંદોલન અને જેલભરો જેવા કાર્યક્રમો યોજવાની ચીમકી ઉચ્ચારી.
અર્બુદા સેનાના જણાવ્યા પ્રમાણે વિપુલ ચૌધરીને ખોટા કેસોમાં ફસાવી ચૂંટણી ટાણે જ ધરપકડ કરવામાં આવી છે. જેમાં ચૌધરી સમાજમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.
ચૌધરી સમાજ અને અબુદા સેનાની લાગણી છે કે વિપુલ ચૌધરીને વહેલીતકે જેલમુક્ત કરવામાં આવે જો નહિ આવે તો ગાંધીનગર ખાતે અર્બુદા સેના ધરણા કરવા તૈયારી બતાવી છે. વધુમાં જણાવ્યું કે 11 ઓક્ટોબર થી 20 ઓક્ટોબર સુધી ચૌધરી સમાજના 1253 ગામોની અંદર રોજ રાત્રે ચૌધરી પંચાયત બેસે છે.અને સમાજના પ્રશ્નની ચર્ચા વિચારણા કરી.ગુજરાતના મુખ્યમંત્રી ને સહી કરી પત્ર મોકલવામાં આવ્યો છે.આવા પત્રો હજારોની સંખ્યામ મુખ્યમંત્રીને અમે લખી રહ્યા છીએ.20 ઓક્ટોબર ના રોજ રાજ્ય કક્ષાનો ધરણા અને આંદોલન અમે ગાંધીનગર ખાતે કરવા જઈ રહ્યા છીએ.
વિપુલ ચૌધરી ને જેલ મુક્ત કરવામાં નહિ આવે તો ગાંધીનગર ખાતે ધરણા અને આંદોલનનો કાર્યક્રમ કરવના છીએ. 21 ઓક્ટોબરના રોજ ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં અર્બુદા સેના અને સમાજ વતીથી દરેક જિલ્લામાં મોટાપાયે ધરણાનો કાર્યક્રમ અને જેલ ભરો કાર્યક્રમ યોજવામાં આવશે. ધરણાંમાં કંઈપણ અનિચ્છનિય ઘટના બને તો તેની જવાબદારી સરકારની રહેશે. અર્બુદા સેના 30 ઓક્ટોબર ના રોજ આજણા સમાજ પશુ પાલકોની મહા પંચાયત ગાંધીનગર ખાતે મળશે જેમાં લાખોની સંખ્યામાં લોકો ઉપસ્થિત થશે.અને રાજકીય દિશા સૂચન અર્બુદા સેના કરશે


