કડીમાં ભાજપની ગૌરવ યાત્રા આવી પહોંચી,કડીમાં બનશે ક્રિકેટ સ્ટેડિયમ : નિતિન પટેલ,કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ જાહેરસભા સંબોધી

October 13, 2022

— જાહેરસભામાં જનમેદની ઉમટી :

ગરવી તાકાત મહેસાણા :  ગુજરાત રાજ્યમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે નાના મોટા દરેક પક્ષ ચૂંટણીના પ્રચારમાં જોતરાઈ ગયાં છે જેના અનુસંધાને ભારતીય જનતા પાર્ટી દ્વારા ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહુચરાજીમાં મા બહુચરના દર્શન કરીને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા દ્વારા ગૌરવ યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યુ હતુ અને ગૌરવ યાત્રા વિવિધ વિસ્તારોમાં ફરીને કડી આવી પહોંચી હતી અને કડીના થોળ રોડ પર દશામાંના મંદિર ખાતે ગૌરવયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગૌરવ યાત્રામાં કેન્દ્રીય તેમજ ગુજરાત પ્રદેશના નેતાઓ કડી ખાતે આવી પહોંચ્યા હતા અને નગરપાલિકા ના મેદાનમાં ભવ્ય જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું

— કડીમાં ક્રિકેટ સ્ટેડિયમ બનશે : નીતિન પટેલ :

કડીના થોળ રોડ ઉપર ભાજપની ગૌરવ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગૌરવ યાત્રા કરીને નગરપાલિકાના મેદાનમાં આવી પહોંચી હતી જ્યાં જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જાહેરસભા સંબોધતા કહ્યું હતું કે ગુજરાત સરકારના શહેરી વિકાસ માંથી કડી નગરપાલિકાને 15 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે અને હવે મોટુ કડીના કરણનગર રોડ ઉપર ક્રિકેટ સ્ટેડિયમ અને રમત ગમતનું મેદાન બનાવવાનું છે ગૌરવ યાત્રા નું સૂત્ર છે કે ભરોસાની ભાજપની સરકાર વધુમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઉમેર્યુ હતુ કે આમ આદમી પાર્ટીને કટાક્ષ મારતાં કહ્યું હતું કે કડી તાલુકાના થોળ તળાવમાં શિયાળામાં દેશ વિદેશના પક્ષીઓ આવે છે અને જેવો શિયાળો સમાપ્ત થઈ જાય તો તરત જ પક્ષીઓ પોતપોતાના દેશમાં જતા રહે છે તે જ રીતે ગુજરાતમાં ચૂંટણી આવે એટલે નાના મોટા પક્ષો ગુજરાતમાં આવી પહોંચે છે અને આવીને લાલચો આપશે પણ કોઈ જ લાલચમાં આપણી કડી,મહેસાણા અને ગુજરાત રાજ્યની જનતા આવવાની નથી.
ભારતીય જનતા પાર્ટીની ગૌરવયાત્રા કડી ખાતે આવી પહોંચી હતી અને તેના અનુસંધાને કડી નગરપાલિકાના મેદાન ખાતે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ પોતાની આગવી શૈલીમાં કહ્યું હતું કે 1995 માં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની ત્યારે ખેડુત અકસ્માતે મૃત્યુ થાય તો 50 હજાર વળતર આપવાનો પહેલો ઠરાવ કર્યો હતો અને અત્યારે 4 લાખ રૂપિયા સુધીનું વળતર આપવામાં આવે છે અને ગુજરાતના ખેડૂતને આઠ કિલોમીટરની બાર જમીન નહીં લેવાનો કાયદો હતો અને ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં સરકાર બની તો એ કાયદાને રદ કરવામાં આવ્યો હતો અને થોડા સમય પહેલાં ભારત દેશનું અર્થતંત્ર સમગ્ર વિશ્વમાં 6 નંબર પરથી 5 નંબર ઉપર આવ્યું જ્યારે નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા ત્યારે આપણા દેશનું અર્થતંત્ર 11 નંબર પર હતું જ્યારે આજે આપણા દેશનું અર્થતંત્ર 5મા નંબર પર છે
વધુમાં તેમણે જાહેર સભાને સંબોધતાં કહ્યું હતું કે નૌસેનાના ધ્વજની અંદર બ્રિટનનું વિક્ટોરિયાનું ચિહ્ન ચાલતું હતું પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હટાવીને છત્રપતિ શિવાજી મહારાજની નૌસેનામાં જે ચિહ્ન હતું તે આજે ભારતની નૌસેના ના ધ્વજની અંદર મૂકવામાં આવ્યું છે કડી નગરપાલિકાના મેદાનમાં યોજાયેલ ભાજપની ગૌરવયાત્રા અનુસંધાને જાહેરસભામાં કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમભાઈ રૂપાલા,કેન્દ્રીય મંત્રી રાવ દાનવે, ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ,ગુજરાત રાજ્યના ભાજપના મહામંત્રી રજની પટેલ,મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદભાઈ પરમાર, સાંસદ શારદાબેન પટેલ,મહેસાણા જિલ્લા ભાજપના પ્રમુખ જશુભાઇ પટેલ, મહામંત્રી શૈલેષભાઇ પટેલ, કડી પાલિકા પ્રમુખ ભરતભાઈ પટેલ, કડી APMC ચેરમેન રાજુભાઈ પટેલ તેમજ કડી તાલુકા શહેરના વિવિધ મોરચાઓના પ્રમુખ, મહામંત્રીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0