ગરવી તાકાત ડીસા : ડીસામાં ફરી એકવાર ગુરુ-શિષ્યના સંબંધોને બદનામ કરતી ઘટના સામે આવી. ઘરે ભણાવવા જતા શખ્સે સગીર વિદ્યાર્થીનીના અશ્લીલ ફોટા પાડી દુષ્કર્મ આચરતા ડીસા ઉત્તર પોલીસ મથકે શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ. ડીસા તાલુકાના 1 ગામમાં ઘરે ભણાવવા જતા ટ્યુશન સંચાલકે સગીર વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. માલગઢ ગામે રહેતા જય ટાંક નામનો 30 વર્ષીય યુવક એક પરિવારના ચાર વિદ્યાર્થીઓને ભણાવવા માટે તેના ઘરે જતો હતો
તે દરમિયાન, એક દિવસ સગીરાને ટયુશન સંચાલક બાઈક પર હાઇવે પર આવેલી એક ખાનગી હોટલમાં લઈ ગયો હતો. જ્યાં સગીરાના અશ્લીલ ફોટા પાડી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. જે અંગેની જાણ સગીરા સહિત તેના પરિવારજનોને થતા, ડીસા ઉત્તર પોલીસ મથકે પહોંચ્યા હતા અને દુષ્કર્મ આચરનાર શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી.


