થરા નગર પાલિકા દ્વારા લોકાર્પણ તથા ખાત મુહૂર્ત કરવામાં આવ્યું

October 7, 2022
ગરવી તાકાત કાંકરેજ : કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા નગર પાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના યુ.ડી.પી.૮૮ વર્ષ ૨૦૨૧/ ૨૦૨૨ અને ૧૫ ટકા જિલ્લા વિવેકાધીન આયોજન ગ્રાન્ટ અંતર્ગત કુલ ૧૧ કામોના ૭૫ લાખ રૂપિયાના કરેલ કામોનું લોકાર્પણ કરવમાં આવ્યું સાથે સાથે થરા હાઈવે સ્થિત બહુચર માતાજી મંદિરે થી તાણાં રોડ ઉપર આવેલ હનુમાનજી દાદાના મંદિર સુધી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના યુ.ડી.પી. ૮૮ વર્ષ ૨૦૨૨/૨૦૨૩ અને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ચોમાસા દરમિયાન નુકસાન પામેલ રસ્તાનાં કામ કુલ ૨૧ કામોનું ૧ કરોડ ૬૦ લાખ  રૂપિયાના કામોનું
ખાત મુહૂર્ત કાંકરેજ ધારા સભ્ય તથા ગુજરાત રાજ્યકક્ષા શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલાના અને થરા સ્ટેટમાજી રાજવી તથા થરા નગર પાલિકા પ્રમુખ પ્રુથ્વીરાજસિંહ વાઘેલાના વરદ હસ્તે શાસ્ત્રી રાઘવેન્દ્ર કે.જોષીના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિવિધાન થી તા.૦૬/૧૦/૨૦૨૨ ને ગુરુવારના રોજ બપોરે ૨.૧૫ કલાકે કરવામાં આવ્યું ત્યારે કોર્પોરેટર મહેન્દ્રસિંહ વાઘેલા,વિક્રમસિંહ વાઘેલા, રસિકભાઈ પ્રજાપતિ, રાયમલભાઈ પટેલ, પરસોત્તમભાઈ રાવળ,રઘુભાઈ મકવાણા,ચીફ ઓફિસર વિપુલભાઈ ડી.પરમાર,ઓડિટર હિતેશભાઈ મોચી,વહેપારી અગ્રણી કિરીટભાઈ અખાણી, થરા શહેર ભાજપ પ્રમુખ અનુભા કે.વાઘેલા,મહામંત્રી શાંતુજી ઘાંઘોસ,પૂર્વ પ્રમુખ કનુભાઈ બી.ઠક્કર,જૈન શ્રેષ્ઠી જીતુભાઈ બી.શાહ, દીક્ષિતભાઈ શાહ, પ્રવીણભાઈ પરમાર,શરદ સાંપરિયા સહિત કોર્પોરેટરો તથા ભાજપા ના કાર્યકરો હાજર રહ્યા હતા.
તસવિર અને અહેવાલ : માનસિંહ ચૌહાણ – કાંકરેજ 
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0