✍️ મનિષ કંસારા, ભરૂચ
ભરૂચ: આગામી તા.૧૦ ઓક્ટોબર ૨૦૨૨ ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું ભરૂચ જિલ્લામાં આગમન થનાર છે.આ પ્રસંગે પ્રધાનમંત્રીના વરદહસ્તે જંબુસર ખાતે નિર્માણ થનાર બલ્ક ડ્રગ પાર્કના ખાતમુહૂર્ત ઉપરાંત વિવિઘ પ્રકલ્પો નાં લોકાર્પણ/ખાતમુહૂર્ત થનાર છે.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટર તુષારભાઈ સુમેરાએ કાર્યક્રમની પૂર્વતૈયારી, સંકલન, વ્યવસ્થા તથા દેખરેખ માટે સંબંધીત વિભાગનાં અઘિકારીઓને સમિતિ મુજબ કામગીરી કરવા સૂચન કર્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશભાઈ ચૌધરી, નિવાસી અધિક કલેક્ટર એન. આર. ધાંધલ તથા વિવિધ વિભાગનાં અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.