પૈસાની કડક ઉઘરાણીથી કંટાળેલા કડીના યુવાને ઝેરી દવા પી આત્મહત્યાની કોશિશ,યુવાન સારવાર હેઠળ

September 29, 2022

— ₹.1,35,000 ઉછીના લીધા હતા :

— કંટાળીને દવા ગટગટાવી :

ગરવી તાકાત મહેસાણા : કડી શહેરના સુજાતપુરા રોડ ઉપર રહેતા નવયુવાને વ્યાજખોરોના ત્રાસથી  ઝેરી દવા પી આત્મહત્યાની કોશિશ કરતા સમગ્ર પંથકમાં ચક્ચાર મચી જવા પામ્યો હતો  જ્યાં કડીના યુવાને કકડે કકડે પોતાના મિત્રના મારફતે સુજાતપુરા નામના ઈસમ પાસેથી   ₹.1,35,000 વ્યાજે લીધેલા હતા અને જ્યાં લેણદારે કડક ઉઘરાણી કરતા યુવાને કંટાળીને ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યા ની કોશિશ કરતા જેઓને સારવાર માટે ભાગ્યોદય હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં  જ્યાં પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી કડીના સુજાતપુરા રોડ ઉપર રહેતા સુમિત પટેલ કે જેઓ પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરીને પોતાનું તેમજ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે
જેઓએ  8 મહીના અગાઉ પોતાના મિત્ર વિપુલના મારફતે સુજાતપુરા ના તેજાભાઇ રબારી પાસેથી 2 ટકાના વ્યાજે 50 હજાર રૂપિયા લીધા હતા બાદમાં 40 હજાર રૂપિયા લીધા હતા એમ કકડે કકડે તેજાભાઈ રબારી પાસેથી  ₹.1,35,000 લીધેલ હતા અને પૈસાની સગવડ ન થતા  સુમિત પટેલ પૈસા પરત આપી શક્યો નહતો જેથી તેજાભાઈ રબારી એ થોડાક મહિનાઓથી ઉઘરાણી ચાલુ કરી હતી ઉઘરાણી ચાલુ કરતા સુમિત પટેલે કહેલ કે હાલ મારા જોડે પૈસાની સગવડ નથી હું ધીરે ધીરે તમને પૈસા પાછા આપી દઈશ  અને એક મહિના પૂર્વે સુમિત પટેલ ઉપર તેજાભાઈનો ફોન આવેલો અને કહેલ કે તું પૈસા આપી દે નહીંતર તારા પપ્પાને અને તને ઉપાડી જઈશું

— યુવાને સહી કરી કોરો ચેક આપ્યો હતો :

કડીના યુવાને કડક ઉઘરાણીથી કંટાળીને દવા પી લીધી હતી યુવાનને તેજાભાઈ રબારી પાસેથી વ્યાજે પૈસા લીધેલ હતા અને  સહીવાળો કોરો ચેક પણ આપેલ હતો જ્યારે યુવાન હિટાચી કંપની માં નોકરી કરતો હોય જૂન મહિનામાં હિટાચી કંપનીમાં નોકરી કરીને ઘરે પરત આવી રહ્યો હતો જે દરમ્યાન કડી છત્રાલ હાઈવે ઉપર આવેલ ધરતી પાર્લર પાસે  યુવાન પહોંચતા એક સફેદ કલરની ગાડી લઇને તેજાભાઈ રબારી તથા અન્ય ઈસમો આવીને યુવાનને ઉભો રાખ્યો હતો અને કહેતા હતા કે તું અમારા પૈસા આજદિન સુધી આપી શકાયો નથી તો હવે પૈસા આપી દે જે તેથી સુમિત પટેલ કહે છે કે હાલ મારા જોડે સગવડ નથી હું તમને તમારા પૈસા આપી દઈશ જ્યાંથી ઉઘરાણીના ફોન પે તેજાભાઈ રબારી વારેવારે સુમિત પટેલને ફોન  કરીને ઉઘરાણી કરતા સુમિત પટેલ કંટાળીને ઘર છોડીને અમદાવાદ જતો રહ્યો હતો બાદમાં થોડાક દિવસો અગાઉ પાછો સુમિત પટેલ કડી પોતાના ઘરે આવ્યો હતો
અને કડી છત્રાલ રોડ ઉપર કે તેજાભાઈ રબારી સુમિત પટેલે મળેલા અને કહેવા લાગેલ કે તારે પૈસા આપવાના છે કે નહી  તેવું કહીને ગાળાગાળી કરવા લાગેલ અને કહેવા લાગેલ કે જો તું હવે પૈસા નહીં આપે તો તને ઉપાડી જઈશું  અને 21/9/22 ના દિવસે તેજાભાઈ રબારીએ  સુમિત પટેલે આપેલ કોરા ચેકમાં ₹9 લાખ ભરીને ખાતામાં જમા કરાવતા સુમિત પટેલના ખાતામાં પૈસાન હોવાથી ચેક બાઉન્સ થયો હતો જેથી સુમિત પટેલ પાસે  તેજાભાઈ રબારી તથા અન્ય ઇસમો વારેવારે કડક ઉઘરાણી કરતા નવયુવાને કપાસમાં નાખવાની ઝેરી દવા પી લીધી હતી  અને જ્યાં તેઓના સગાસંબંધીઓને જાણ થતા સુમિત પટેલને  કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં કડી પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી
Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0