થરા,શિહોરી ખિમાણા સહિતના તમામ બજારો સ્વયંભુ સજજડ બંધ પાળી બંધના એલાનમાં જોડાયા

September 21, 2022

— ગુજરાતમાં સરકાર  દ્વારા ગૌમાતા માટે જાહેર કરાયેલ ૫૦૦ કરોડની ગૌમાતા પોષણ યોજના અંતર્ગત સહાયની ચુકવણી ન કરાતાં સરકારની સામે સંતો,મહંતો :

(ગોપાલકો) (ગૌસંચાલકો) (પાંજરાપોળ) (સંચાલકો)

ગરવી તાકાત કાંકરેજ : ગૌપ્રેમીઓએ સરકાર સામે બાંયો ચડાવી છે.જેને લઇને આજના બંધના એલાનમાં કાંકરેજ તાલુકાના થરા,શિહોરી, ખિમાણાં,કંબોઇ સહિતના તમામ સેન્ટરોના બજારોની દુકાનો અને ગ્રામ્ય વિસ્તારોમાં ગુજરાત બંધના એલાનને સંપુર્ણ સજજડ બંધ રાખતાં સધળો પ્રતિસાદ સાંપડયો છે.જેમાં થરા,શિહોરી માર્કેટયાર્ડના વેપારીઓ અને બજારોમાં આવેલ તમામ જાતનાં ધંધા રોજગારવાળા વેપારીઓ અને દુકાનદારોએ પોતાના તમામ ધંધા રોજગાર બંધ રાખી તેમજ સમસ્ત માલધારી સમાજના પશુપાલકો અને દુધ વિતરકોએ ડેરીમાં દુધ ભરાવવાનુ કે વેચવાનુ બંધ રાખ્યુ હતુ અને બંધના એલાનને સમર્થન આપ્યુ હતુ.
અને થરા કૃષ્ણ ગૌશાળા તેમજ શિહોરી વાદળી ગૌશાળા દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી સમર્થન જાહેર કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને તાત્કાલિક સરકાર દ્વારા ૫૦૦ કરોડની સહાય અને લમ્પી વાયરસથી મૃતક ગાયોને સહાય ચુકવવામાં આવે તેવી માંગ કરી હતી
તસવિર અને અહેવાલ : માનસિંહ ચૌહાણ – કાંકરેજ
Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0