બુડાસણ પાસે એરંડા ભરીને કડી તરફ જતાં પીકઅપ ડાલાને આઇવાએ ટક્કર મારતા પીકઅપ ડાલાના ડ્રાઈવરનું મોત

September 8, 2022

— પીકઅપ ડાલુ ગાંધીનગરના સાદરા થી કડી આવતું હતું :

— આઇવા ટ્રકે ટક્કર મારતા એરંડા ભરેલું પીકઅપ ડાલુ પલ્ટી ખાઈ ગયું :

ગરવી તાકાત મહેસાણા : કડી તાલુકાના બુડાસણ પાસે આઇવા ટ્રક અને પીકઅપ ડાલાને ભયંકર અકસ્માત થયો હતો  ગાંધીનગરના સાદરાથી પીકઅપ ડાલુ એરંડા ભરીને કડી માર્કેટયાર્ડ ખાતે આવતું હતું જે દરમ્યાન કડી તાલુકાના બુડાસણ પાસે પહોંચતાં આઇવા ટ્રકે પીકઅપ ડાલાને ટક્કર મારતા પીકઅપ ડાલાનાં ડ્રાઈવરનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું જ્યારે  આઇવા ટ્રકના ડ્રાઈવરને ઈજાઓ પહોંચતા નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
કડી તાલુકાના બુડાસણ પાસે આવેલ જાનકી ઓઈલ મીલ પાસે  ‍પીકઅપ ડાલુ તેમજ આઈવા ટ્રકનો ભયંકર અકસ્માત થયો હતો  પીકઅપ ડાલા નં GJ 18 AX 3564 ગાંધીનગર જિલ્લાના સાદરાથી એરંડા ભરીને કડી માર્કેટયાર્ડ ખાતે આવતું હતું જે દરમ્યાન બુડાસણ પાસે આવેલ જાનકી ઓઈલ મીલ પાસે પહોંચતા કડી તરફથી આવી રહેલ આઇવા ટ્રક નં  GJ 9 AU 6816 ચાલકે પીકઅપ ડાલાને ટક્કર મારતા પીકઅપ ડાલાના કુચ્ચા બોલાવીને રોડની બાજુમાં પલ્ટી ખાઈ ગયુ હતુ  જ્યારે પીકઅપ ડાલામાં ભરેલ એરંડા પણ વેરવિખેર થઈ ગયાં હતાં જ્યારે અકસ્માત થતા આજુબાજુના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને  પીકઅપ ડાલાનાં ડ્રાઈવરને બહાર નિકાળ્યો હતો એને જોતાં પીકઅપ ડાલાને ડ્રાઈવર ચૌહાણ અમૃતભાઈ રેવાભાઈનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું અને તેઓને કડીની કૂંડાળ સિવિલ હોસ્પિટલ ખાતે પી.એમ અર્થે ખસેડાયા હતા

— પીકઅપ ડાલા અને આઇવા ટ્રકના ડ્રાઈવરને ક્રેનથી બહાર નીકાળ્યા :

કડી તાલુકાના બુડાસણ પાસે ગુરૂવારે ભયંકર અકસ્માત સર્જાયો હતો જેમાં પીકઅપ ડાલાના ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે પીક અપ ડાલુ પલ્ટી ખાઈ જતા  નજીકના માણસોએ ક્રેન બોલાવીને પીકઅપ ડાલાનું પતરુ તોડીને મૃતક ડ્રાઈવરને બહાર નિકાળ્યો હતો તેમજ  આઇવા ટ્રક ચાલકને પણ ક્રેનની મદદથી બહાર નિકળતાં તેને ઇજાઓ પહોંચતા કડીની ભાગ્યોદય હોસ્પિટલ ખાતે 108 એમ્બ્યુલન્સ મારફતે ખસેડવામાં આવ્યો હતો બુડાસણ ખાતે અકસ્માત સર્જાતા કડી પોલીસને જાણ કરતા કડી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને  પીકઅપ ડાલાનાં ડ્રાઈવરના પુત્રએ  આઇવા ટ્રક ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી 
Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0