— સિધ્ધપુર વિધાનસભા વિસ્તારની જરૂરિયાત બાબતે ધારાસભ્ય ચંદનજી ઠાકોરે પોતાના સુચનો રજુ કયૉ :
ગરવી તાકાત સિધ્ધપુર : ગુજરાત વિધાનસભા 2022 માટે પાટણ જિલ્લા ના પ્રશ્નો નો સમાવેશ રાજ્ય ના ચુંટણી ઢંઢેરા માં કરવાનો હોવાથી રવીવાર નાં રોજ કોંગ્રેસ મેનિફેસ્ટો કમિટીના ચેરમેન દિપકભાઈ બાબરીયા સહિતના આગેવાનો ની ખાસ ઉપસ્થિત વચ્ચે યુનિવર્સિટી નાં રંગભવન હોલ ખાતે પાટણ વિધાનસભા વિસ્તાર નાં સૂચનો મેળવવામા આવ્યા હતા.
રંગભવન હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલાં સિધ્ધપુર નાં ધારાસભ્ય ચંદનજી ઠાકોરે પોતાના મતવિસ્તારના સુચનો રજુ કરતાં જણાવ્યું હતું કે છેલ્લા ૨૭ વષૅ થી ગુજરાત માં ભાજપનું શાસન છે છતાં માતૃગયા તિથૅ સિધ્ધપુર નો સમાવેશ યાત્રા વિકાસ નિગમ માં સમાવેશ કરવામાં આવ્યો નથી તો સિધ્ધપુર માં પાંચ સ્વયંભૂ મહાદેવના મંદિરો આવેલા છે તેનો પણ ભાજપ સરકાર દ્વારા ફક્ત ચુંટણી સમયે લાભ ઉઠાવવા ઉપયોગ કરે છે.
સિધ્ધપુરની સરસ્વતી નદી માં બારે માસ પાણી વહેતું રહે તે માટે પણ ભાજપ સરકાર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી.ભાજપ શાસિત નગરપાલિકા પણ શહેરીજનો ની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં નિષ્ફળ નિવડી છે.સિધ્ધપુર માં ખેલાડીઓ માટે કોઈ રમત ગમત માટે સ્પોર્ટ્સ સંકુલ પણ નથી.તેઓએ સરસ્વતી તાલુકા નુ સ્વતંત્ર એપીએમસી બિલ્ડીંગ ન હોવાનાં કારણે પાટણ માર્કેટયાર્ડ માથી તમઃમ વહીવટ થતો હોવા સાથે નાં પોતાના સુચનો રજુ કરી આગામી ૨૦૨૨ ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ નું શાસન બને તો ઉપરોક્ત સુચનો નો અમલ કરી સિધ્ધપુર વિધાનસભા વિસ્તાર નાં વિકાસ માટે તેઓએ જણાવ્યું હતુ.


