થરાદના સિધોતરામાં 15 મી ઓગસ્ટના રોજ ગામલોકોએ વ્યસન મુક્તિ રેલી યોજી દારૂ નહિ પીવાના નારા સાથે ગામની શેરીએ શેરીએ સંદેશો પાઠવ્યો

August 18, 2022
ગરવી તાકાત થરાદ :  થરાદ તાલુકાના સિધોતરા ગામની મહિલાઓ બાળકો સહિત યુવા વર્ગ દ્વારા 15મી ઓગસ્ટના રોજ વ્યસન મુક્તિ મહા રેલીનું આયોજન કરી દારૂ નહિ પીવાનો સંદેશો ગામલોકોને પાઠવ્યો હતો તાલુકાના થરાદ ધાનેરા હાઇવે પર આવેલા સિધોતરા ગામે કેટલાક નાની ઉંમરે દારૂ પીવાના રવાડે ચડી જિંદગી ટૂંકાવી દેતાં કેટલાક પરિવારોનો મોભી કોઈક મહિલાનો  પતિ દારૂના નશામાં ને નશામાં મોત ને ભેટી ચુક્યો છે આથી ગામની મહિલાઓ તેમજ યુવા વર્ગ જાગૃત બની ગામમાં દારૂ નહિ વેચવા તેમજ દારૂ નહિ પીવાના સંદેશ સાથે  હાથમાં પોસ્ટરો લઈને મહિકાઓએ નારા બોલાવ્યા હતા કે  દારૂના માટલા ફોડી નાખો દારૂ મત પીઓ મારો ઘરવાળો દારૂ પીંને મરી ચુક્યો છે તેવા જાહેર રસ્તાઓમાં નારા બોલાવી ગામલોકોને સંદેશો પાઠવવા રેલી યોજી હતી
ગુજરાતમાં લઠ્ઠા કાંડ બાદ કેટલાક ગામો જાગૃત બન્યા છે જેમાં દારૂ બંધ કરાવવા પોલીસ મથકે લેખિત રજૂઆતો કરી છે તો અમુક ગ્રામ પંચાયત સરપંચો દ્વારા દારૂના થતા વેચાણ બાબતે વિરોદ્ધ દર્શાવી ઉચ્ચ સ્તરે રજૂઆતો કરી છે ત્યારે લોકોને હવે ભાન આવ્યું છે કે દારૂ પીવાથી પરિવારમાં કેવા પ્રકારની આફત આવે છે નાની નાની ઉંમરે મહિલાઓ વિધવા બની છે જે સંપૂર્ણ દારૂનું કારણ છે જેને લઈને સિધોતરા ગામે દેશી દારૂના માટલા ફોડવા સુધી એક વિધવા મહિલા ગર્જના કરી રહી છે જેના પરથી સાબિત કરી શકાય કે દારૂનું દુષણ કેટલું વ્યાજબી છે જેને મૂળ માંથી દુષણ કાઢવું જરૂરી છે
તસવિર અને અહેવાલ : નયન ચૌધરી – થરાદ
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0