મહેસાણાના સાંગણપુર ગામમાં જુગાર રમતા 4 શખ્સોને પોલીસે દબોચ્યા

August 17, 2022

ગરવી તાકાત મહેસાણા : મહેસાણામાં પોલીસ એલર્ટ બની અને જિલ્લામાં ચાલતા જુગારધામ પર દરોડા પાડી જુગારીઓને ઝડપી રહી છે. આજે મહેસાણાના સાંગણપુર ગામ નજીક જુગાર રમી રહેલા 4 શખ્સો 1 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા. મહેસાણા તાલુકાની હદમાં આવતા સાંગણપુર નજીક આવેલા કુંભાણી નામથી ઓળખવામાં આવતી જગ્યા પર કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી લાંઘણજ પોલીસને મળી.

બાતમી આધારે પોલીસે દરોડો પાડતા ભાગદોડ મચી ગઇ. જેમાં રેડ દરમિયાન જાડેજા માધુસિંહ, પટેલ જસવંત રણછોડભાઈ,પટેલ ભરત ભીખાભાઇ,ઠાકોર રમેશજી ખોળાજીને ઝડપી પોલીસે કુલ 1 લાખ 19 હજાર 980નો મુદ્દામાલ કબ્જે કર્યો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0