ગરવી તાકાત મહેસાણા : ભારતદેશના સ્વતંત્રતાના ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે કેન્દ્ર સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ (AKAM)ની રાષ્ટ્ર વ્યાપી ઝુંબેશને સમર્થન આપવા અને “હર ઘર તિરંગા-ઘર ઘર તિરંગા” અભિયાન થકી દરેક નાગરિકના ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે પ્રોત્સાહિત કરવા અને દેશભક્તિ, રાષ્ટ્રવાદની ભાવનાનું અનોખું ઉદાહરણ પૂરું પાડવા, સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, વિસનગરના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી દ્વારા ૧૦૦૦ રાષ્ટ્રધ્વજ તૈયાર કરવાની જુંબેશ હાથ ધરવામાં આવી છે.
આ કાર્યક્રમ અનોખી થીમ સમાજને એક વિશેષ સંદેશો પૂરો પડવાની છે, જેમાં વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી દ્વારા તૈયાર કરવામાં આવેલ જે અંતર્ગત રાષ્ટ્રધ્વજના પરમ ગૌરવને ધ્યાનમાં રાખી આર્ટ પેપરનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા છે. જેની અંદર તુલસી અને ફૂલોના છોડના બીજનો સમાવિષ્ટ કરવામાં આવ્યા છે જેનો ઉદ્દેશ્ય રાષ્ટ્રધ્વજનું ગૌરવ જળવાય અને પ્રકૃતિને લાભ થાય તે હેતુથી તેનો માટીના વાસણમાં અથવા જમીનમાં ધ્વજનો આદરપૂર્વક નિકાલ કરવામાં આવશે
જે થકી તેમાં રહેલ ફૂલ છોડના બીજ ૨-૬ અઠવાડિયામાં અંકુરિત થઈને ફૂલના રોપા બની તૈયાર થઇ રહેશે. તા. ૯ ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટશ્રી, પ્રકાશભાઈ પટેલ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમનું વિધિવત શુભારંભ કરવામાં આવશે અને તા ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન તેમના ઘરે ત્રિરંગો ફરકાવવા માટે તમામ ૧૦૦૦ રાષ્ટ્રધ્વજનું વિતરણ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને સ્ટાફને અર્પણ કરવામાં આવશે. વધુમાં રાષ્ટ્રધ્વજના સન્માનમાં ૧૫મી ઓગસ્ટ,૨૦૨૨ના રોજ સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતે ૧૩૨ ફૂટની ઊંચાઈ ધરાવતા સ્તંભ ઉપર ૩૦ ફૂટ લંબાઈ અને ૨૦ ફૂટ પહોળો રાષ્ટ્રધ્વજ ફરકાવી આઝાદી કા અમૃત મહોત્સવની ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવશે.
તેમજ વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા ૭૫ ફૂટના રાષ્ટ્રધ્વજની માર્ચ પાસ્ટ અને પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. વિશેષ આ દિવસે સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતે ઈન્ટર નેશનલ એન્ડ નેશનલ સેલનું પણ ઉપસ્થિત મહેમાનશ્રીઓના વરદ હસ્તે કરવામાં આવશે. નૂતન સ્કૂલ ખાતે નવીનતમ અને અધ્યતન સુવિધાઓથી સજ્જ ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને મહિલા રાષ્ટ્રીય કબડ્ડી ટુર્નામેન્ટ પણ સ્વતંત્રતા દિવસે પ્રારંભ કરવામાં આવશે. આ ઉજવણીના ભાગરુપે સમગ્ર યુનિવર્સિટી ખાતે વિવિધ સાંસ્કૃતિક સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવેલ છે. સમગ્ર ભારતદેશ અને રાષ્ટ્રીય ગૌરવની અસ્મિતાને સમ્માનિત કરવા સાંકળચંદ પટેલ યુનિવર્સિટી પરિવાર તરફથી અઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણી ઉત્સાહસહ કરી યાદગાર બનવવા સમગ્ર યુનિવર્સિટી પરિવાર સમર્પિત ભાવથી કાર્ય કરી રહેલ છે.


