સાંકળચંદ પટેલ કોલેજમાં ત્રિ-દિવસીય ઇન્ટરનેશનલ મલ્ટી-ડીસીપ્લીનરી એન્જીનીયરીંગ કોન્ફરન્સ યોજાયો

August 8, 2022

ગરવી તાકાત મહેસાણા : સાંકળચંદ પટેલ કોલેજ ઓફ એન્જીનીયરીંગ, વિસનગર ખાતે તા. ૦૪, ૦૫ અને ૦૬ ઓગષ્ટ ૨૦૨૨ના રોજ ટેકનોલોજી અને મેનેજમેન્ટના વિષય ૫ર ત્રિ-દિવસીય AICTE Sponsored ઇન્ટરનેશનલ મલ્ટી-ડીસીપ્લીનરી એન્જીનીયરીંગ કોન્ફરન્સનું આયોજન સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસીડેન્ટ શ્રી પ્રકાશભાઇ પટેલના નેતૃત્વ અને પ્રોવોસ્ટ ડૉ. ડી. જે. શાહના ઉત્કૃષ્ટ માર્ગદર્શન હેઠળ અને કો-કોઓર્ડીનેટર ડૉ. અભિજીતસિંહ પરમાર તથા સંસ્થાના પ્રિન્સીપાલ ડૉ. સંતોષ જી. શાહના નેજા હેઠળ કરવામાં આવ્યું.

આ કોન્ફરન્સના ઉદ્દ્ઘાટન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે સોમાલીયા એમ્બેસીના વડા શ્રીમાન અબ્દીફતાહ નુર તેમજ માનનીય મહેમાન ઓ.એન.જી.સી., મહેસાણાના એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર શ્રી સુદીપ ગુપ્તા તથા યુનિવર્સિટીના પ્રેસીડેન્ટ શ્રી પ્રકાશભાઇ પટેલ અને પ્રોવોસ્ટ ડૉ. ડી. જે. શાહ, સંસ્થાના પ્રિન્સીપાલ ડૉ. સંતોષ જી. શાહ દ્વારા દી૫ પ્રાગટ્ય તથા પ્રાસંગિક પ્રવચનો દ્વારા શુભારંભ થયો હતો.

કોન્ફરન્સના મુખ્યવક્તા તરીકે (૧) માહ્સા યુનિવર્સિટી, મલેશીયા ના ડાયરેકટર ડૉ. ઇમાન ફારસ્ચી (ર) સિમ્બાયોસીસ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી, પુના ના ડાયરેક્ટર ડૉ. કેતન કોટેચા અને (૩) જર્મની થી બિઝનેસ ઇન્ટેલીજન્સના નિષ્ણાત ડૉ. સમીર રોહડીઆ ઉ૫સ્થિત રહી ડેલીગેટસને આઇડીયા અને સંશોધન દ્વારા દેશની ઉન્નતિમાં સહયોગ આપવા માટે પ્રોત્સાહન આપ્યું હતુ. આ કોન્ફરન્સ કુલ ૧૫ ટ્રેકમાં વિભાજીત હતો,

જેમાં એન્જીનીયરીંગ, મેનેજમેન્ટ, હ્યુમેનીટી સાયન્સ અને હેલ્થકેરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તમામ ટ્રેકના મળીને કુલ ૧૦૦ સંશોધનકર્તાઓ દ્વારા ૬૧ સંશોધન૫ત્રો રજુ કરવામાં આવ્યા હતા. આ કોન્ફરન્સનો મુખ્ય હેતુ ટેકનોલોજી અને મેનેજમેન્ટના ક્ષેત્રમાં સંશોધનકર્તા, વૈજ્ઞાનિકો અને વિદ્યાર્થીઓ માટે જ્ઞાનોપાર્જનના આશય સાથે એક મંચ પુરો પાડવાનો છે.

આ સિવાય આધુનિક ટેકનોલોજી જેમ કે AR-VR અને AI ના સંબંધિત પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ખુબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0