— યુવકને ભાગ્યોદય હોસ્પિટલમાં દાખલ કરાયો ,યુવકની હાલત ગંભીર :
— એસ.પી.જી ના કાર્યકર્તાએ ખોટી બદનામી સહન નહિ થતાં ઝેરી દવા પીધી :
— ત્રણ ઈસમો વિરૂદ્ધ ચીઠ્ઠી લખી યુવકે આત્મહત્યા નો કર્યો પ્રયાસ :
ગરવી તાકાત મહેસાણા : કડી શહેરમાં રહેતા આશાસ્પદ યુવાને ત્રણ યુવાનો ધમકી આપી તેને અને પરિવારજનોને હેરાન કરતા હોવાની ચીઠ્ઠી લખી આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે.યુવક એસ.પી.જી. સંગઠનનો કાર્યકર હોવાથી લાલજી પટેલ સહિતના કાર્યકરો હોસ્પિટલ આવી જવાબદારો વિરૂદ્ધ કાર્યવાહી કરવા માંગણી કરી હતી.
શહેરમાં રહેતા આશાસ્પદ યુવાન યશ પટેલે ઝેરી દવા પી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરતા તાત્કાલિક તેને સારવાર અર્થે ભાગ્યોદય હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યો હતો.યુવક ની હાલત અત્યારે ગંભીર બતાવવામાં આવી રહી છે.આત્મહત્યાનો પ્રયાસ કરનાર યુવકે ત્રણ માથાભારે ઈસમો ના નામ સાથે ચીઠ્ઠી લખી હતી જેમાં કલોલ નો ધમેન્દ્ર પટેલ,હર્ષ પટેલ મોન્ટી અને ધ્રુવ પટેલ રાંધેજા દ્વારા સતામણી કરવામાં આવતી હોવાથી તે આત્મહત્યા કરી રહ્યો હોવાનું જણાયું હતું.
યુવકે તેને ત્રણ ઈસમો સોશિયલ મીડિયાના માધ્યમ થી સામાજિક રીતે બદનામ કરી રહ્યા હોવાનું તેમજ તેના પિતા ને પણ બદનામી થાય તેવા મેસેજ મોકલી તેને ખોટા કેસમાં ફસાવી દેવાની તેમજ માર મારવાની ધમકી આપવામાં આવતી હતી જેની તેણે કડી પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી કરી હોવા છતાં પોલીસે કાર્યવાહી નહિ કરતા તેને અંતિમ પગલું ભર્યું હોવાનું એસ.પી.જી ના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલે જણાવ્યું હતું.
યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની માહિતી મળતા લાલજી પટેલ સહિતના કાર્યકર ભાગ્યોદય હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા અને કડી પોલીસે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા અપીલ કરી હતી.
— ધમકી આપનારા લોકો ને કોનું પીઠબળ છે કે કડી પોલીસ કાર્યવાહી કરી નથી શકતી:- લાલજી પટેલ (એસ.પી.જી. – રાષ્ટ્રીય અધ્યક્ષ)
આહત્યાનો પ્રયાસ કરનાર યશ પટેલે ત્રણ ઈસમો વિરૂદ્ધ નામજોગ કડી પોલીસે વારંવાર ફરીયાદ અને લેખિત રજૂઆત કરી હોવા છતાં કડી પોલીસ ની નિષ્ક્રિયતા સામે સવાલો પેદા થઈ રહ્યા છે.લાલજી પટેલે કડી પોલીસ ઉપર આક્ષેપ કરતા જણાવ્યું કે યુવકને છેલ્લા ઘણા સમય થી ત્રણ ઈસમો સામાજિક રીતે બદનામ કરવાની કોશિશ અને ધમકીઓ આપી રહ્યા હતા જેની યુવકે કડી પોલીસ માં લેખિત રજૂઆત કરી હતી પરંતુ કડી પોલીસે કોઈ કાર્યવાહી હાથ નહિ ધરતા યુવકે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે આવા અસામાજિક તત્વો પાછળ એવું તો કોનું પીઠબળ છે કે કડી પોલીસ આરોપીઓ વિરૂદ્ધ રજૂઆત છતાં કાર્યવાહી નથી કરી શકતી.પોલીસે કાર્યવાહી હાથ ધરી હોત તો યુવકે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો ના હોત.
યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની માહિતી મળતા લાલજી પટેલ સહિતના કાર્યકર ભાગ્યોદય હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા અને કડી પોલીસે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા અપીલ કરી હતી.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી


