— ગુજરાત સરકારના અવનવા કાર્યક્રમ સમા નવલા નજરાણા છેલ્લા 12 વર્ષથી જનતાને પીરસતું માધ્યમ એટલે દીવા ઇવેન્ટ્સ :
— અમદાવાદની દિવ્યા ઉજ્જવલ ઠક્કર બેલડીએ રાજ્યભરના લોકોને મનોરંજન પૂરું પાડી પોતાના કર્મને ખરા અર્થમાં ‘દિવ્યા ઉજ્જવલ’ કર્યું :
— ગુજરાતની ભાતિગર સંસ્કૃતિનું જતન અને લોકો ને લોકો ને આનંદ મળી રહે તે માટે ઇવેન્ટ કંપની સતત રહે છે પ્રયત્નશીલ :
— વાઇબ્રન્ટ નવરાત્રી, રણ મહોત્સવ, સહિતના કાર્યક્રમ ભારે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા :
ગરવી તાકાત મહેસાણા : અમદાવાદમાં છેલ્લા 12 વર્ષથી કાર્યરત “દીવા ઇવેન્ટ્સ” દ્વારા રાજ્યભરમાં વિવિધ કા
ર્યક્રમોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. સંસ્થા દ્વારા સરકારના મહત્વના કાર્યક્રમો દ્વારા પ્રવાસન ઉદ્યોગ અને લોકજાગૃતિમાં વેગ આવે તે માટેના સતત પ્રયાસો કરવામાં આવે છે. સંસ્થા દ્વારા આયોજિત તમામ કાર્યક્રમો સફળતાના શિખરો સર કરી ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમ તેમજ ગરવા ગુજરાતીઓના હૈયે અનોખો હરખ ઉભો કર્યો છે.
રાજ્ય સરકાર દ્વારા આયોજિત કાર્યક્રમને જાહેર જનતા સમક્ષ મૂકવાનું કામ કરતી દિવા ઇવેન્ટ્સના સંચાલકો દિવ્યા ઠક્કર અને ઉજ્જવલ ઠક્કર ખરા અર્થમાં પોતાના કર્મો થતી ‘દિવ્ય ઉજ્જવલ’ બની રહ્યા છે. સંચાલકો દ્વારા ગુજરા
ત રાજ્યના પ્રવાસન વિભાગને વેગ મળે તે માટે કચ્છ રણ ઉત્સવ, સાપુતારા મોનસુન ફેસ્ટિવલ, સાસણગીર મોનસુન ફેસ્ટિવલ, નવરાત્રી ફેસ્ટિવલ, પતંગ મહોત્સવ, હોળી મહોત્સવ સહિતના અનેકવિધ કાર્યક્રમ આયોજિત કરવામાં આવી રહ્યા છે.
તાજેતરમાં સંસ્થા દ્વારા પ્રધાનમંત્રીના માદરે વતન વડનગરમાં સુપ્રસિદ્ધ ગાયક કિર્તીદાન ગઢવીના સથવારે શ્રાવણોત્સવ નામક સફળ કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. અને હવે બીજા સોમાવારે ગીતા રબારી જેને પોતાનું નામ દેશ અને દુનિયા માં ગુજતું કર્યું છે જે વડનગર શહેર તેમજ તાલુકા ભરની જનતા માટે અસમરણીય બની રહેશે.
તેવા તેના સૂર થી વડા પ્રધાન નરેન્દ્ર મોદી નું નું વડનગર હર હર મહાદેવ ના નાજથી ડોલાવશે તેમાં કોઈ નવાઈ નહીં
— છેલ્લા 12 વર્ષથી ગુજરાતની જનતાને અપાય છે મનોરંજન સાથે સાંસ્કૃતિક જ્ઞાન :
દીવા ઇવેન્ટ્સ દ્વારા રાજ્ય સરકારની યોજના અનુસાર કાર્યક્રમનું સફળ નજરાણુ ધરીને કાર્યક્રમ માણવા આવનાર ગરવી ગુજરાતની જનતાને મનોરંજનની સાથે સાથે સુસંસ્કારનું જ્ઞાન પીરસવામાં આવી રહ્યું છે. સંસ્થાના સંચાલકો દિવ્યા ઠક્કર અને ઉજ્જવલ ઠક્કર હવે ગુજરાત પરની જનતાના લોકપ્રિય ઇવેન્ટ્સ સંચાલક બની રહ્યા છે.
તસવિર અને અહેવાલ : પિન્ટુભાઈ દેસાઈ – વડનગર – 9925868301


