કડીના દેત્રોજ રોડ ઉપર રોડ વચ્ચે પડ્યો ભૂવો,તંત્ર દોડતું થયું

July 29, 2022

— ઘટનાની જાણ પાલિકા અને આરએન્ડબીના અધિકારીઓને થતા ઘટના સ્થળે દોડી આવ્યા :

— રોડ વચ્ચે ભૂવો પડતા ટોલીની  આડશ મુકાઇ :

ગરવી તાકાત મહેસાણા : કડી પંથકમાં સમય પહેલા જ ધોધમાર વરસાદ વરસ્યો હતો અને કડી તાલુકા અને શહેરી વિસ્તારમાં 8 ઇંચથી પણ વધુ વરસાદ ખાબક્યો હતો જેના કારણે શહેરના તથા ગ્રામ્ય વિસ્તારોના અનેક રોડ રસ્તા  થઈ ગયાં હતાં  જેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો

— બે ત્રણ દિવસથી વરસાદ પડ્યો પણ નથી ને ભૂવો પડ્યો :

કડીના દેત્રોજ રોડ ઉપર આવેલ પેટ્રોલ પંપની સામે થોડા સમય અગાઉ GUDC દ્વારા રોડને ખોદીને ગટર લાઇનનું કામકાજ પૂર્ણ કરવામાં આવ્યું હતું  અને તે જ જગ્યાએ એકાએક આજે સવારે ભૂવો પડતાં લોકો ચોંકી ઊઠ્યાં હતાં અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો

— તંત્ર દ્વારા ભૂવાની પાસે ટોલીની આડશ મુકાઇ :

કડીના દેત્રોજ રોડ ઉપર રોડ વચ્ચે   એકા એક ભૂવો પડતાં તંત્ર દોડતું થઈ ગયું હતું જ્યારે ઘટનાની જાણ કરી નગરપાલિકાને થતા કડી નગરપાલિકાના અધિકારીઓ દોડી આવ્યા હતા અને ટ્રેક્ટરની ટોલીનુ આડશ મૂકવામાં આવી હતી જેથી કોઈ જાનહાની થાય નહીં  નગરપાલિકાના અધિકારીઓએ R એન્ડ Bના  અધિકારીઓને જાણ કરી હતી અને R એન્ડ B  અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં રોડ વચ્ચે ભુવો પડતાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી અને ભૂવાની આજુબાજુ આડશ ઉભી કરીને કામગીરી શરૃ કરવામાં આવી હતી
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી 
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0