યાત્રાધામ ઢીમા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરની મનમાની અડધી રાત્રે પેશન્ટ સામે ઉદ્ધતાઈ ભર્યું વર્તન

July 27, 2022

— બાળકને પેટમાં દુખાવો થતો હોવાથી મંગળવારે  રાત્રે 12.40 કલાકે હોસ્પિટલમાં ગયાં હતાં :

— ઢીમા પીએચસીમાં દેશી અને વિદેશી દારૂનું સેવન કરતાં હંગામી શખ્સ સામે કેમ તંત્ર ચૂપ..!!

— પીએચસીમાં દારૂની મહેફિલો મંડાય છે. છતાં પણ તંત્ર ચૂપ કેમ ??

ગરવી તાકાત ઢીમા :  સરહદી વાવ તાલુકાનાં યાત્રાધામ ઢીમા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લાં કેટલાંક સમયથી આરોગ્યની સેવાઓ કથળી જવા પામી છે. તો વળી ડોક્ટર પોતે બેફામ વર્તન કરી પોતાની જાતને બોસ માની હોસ્પિટલમાં આવતાં દર્દીઓ સામે મનફાવે એવું વર્તન કરે છે.તો વળી પેશન્ટ પાસેથી પણ ઇંજેક્શન દીઠ રૂ 30 લેવાતાં હોવાનાં આક્ષેપ ગ્રામજનો કરી રહ્યાં છે. રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાની દવાઓ સરકારી હોસ્પિટલમાં આપવામાં આવે છે.ત્યારે આવા લોકો પોતાનાં સ્વાર્થ સાધવા માટે દર મહિને હજારો રૂપિયા પગાર વગર પણ રળી લે છે.ત્યારે જિલ્લા આરોગ્ય અધિકારી આ બાબતે આવાં તત્વો સામે શિક્ષણાત્મક પગલાં ભરે તેવી માંગ ઉઠી છે.
મળતી માહિતી મુજબ,ઢીમાએ 10000 હજારની જનસંખ્યા ધરાવતું મોટું ગામ છે તો વળી આજુબાજુનાં ગામડાઓથી પણ લોકો પોતાનાં બેંક,કે અન્ય કામકાજ અર્થે આવતાં હોય છે.ત્યારે હોસ્પિટલમાં રહીને 24 કલાક દારૂનાં નશામાં રહીને મનફાવે એવું કરતાં હંગામી કર્મચારી પણ ડોક્ટરનાં જોરે કુંદી રહ્યાં છે.શા માટે હંગામી કર્મચારીને ડોક્ટર દારૂ પીવાનો સ્પોર્ટ કરે છે.મંગળવારે રાત્રે 12.40 કલાકે એક વ્યક્તિને પોતાનાં દીકરાને પેટમાં દુખાવો થતો હોવાથી દર્દીઓ સામે ગાળાગાળી કરી હતી.
તો વળી ડોકટર પોતે રાત્રે ડ્યુટીમાં ન હોવાનો બડબડાટ કરી રહ્યો છે.ત્યારે પોતાની નોકરી હોય કે ન હોય પરંતુ કોઈ વ્યક્તિ સામે સરકારી કર્મચારી બેફામ ગાળો બોલે એ વ્યાજબી નથી બનાસકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારી આવા ડોકટર અને કર્મચારીઓ સામે કાયદાકીય પગલાં ભરે એવી માંગ ઉઠી છે.જાગૃત નાગરિકે આ બાબતે જિલ્લા આરોગ્ય અધિકારી,જિલ્લા વિકાસ અધિકારી સહિત વાવ તાલુકા હેલ્થ ઓફિસરને પણ લેખિત રજુઆત કરી છે.

— સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમાનાં પીએચસીમાં દારૂની મહેફિલો મંડાય છે. અને દવાખાનાં માં જ નોકરી કરતો કર્મચારી લોકોનાં પૈસે 24 કલાક દારૂ પીવે છે. તો વળી સ્થાનિક ડોક્ટર પણ આ બાબતે મૌન સેવી રહ્યો છે :

તસવિર અને અહેવાલ : નયન ચૌધરી – થરાદ
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0