આગામી તા. ૨૩ જુલાઈના મહેસાણાના ટાઉનહોલમાં સમાજ ઉપયોગી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

July 20, 2022

— ગુજરાતના બ્રાહ્મણોને સંગઠિત કરી એક તાંતણે બાંધનાર સ્વ. કમલેશ વ્યાસને તેમની જન્મ જયંતીએ અપાશે અનોખી શ્રદ્ધાંજલિ :

— મહેસાણા સહિત ગુજરાતભરના બ્રાહ્મણોને સંગઠિત કરવામાં આપ્યું હતું મહત્વનું યોગદાન :

— સ્વ. કમલેશ પોપટલાલ વ્યાસની જન્મ જયંતી નિમિત્તે બ્રહ્મસમાજે કર્યું આયોજન :

— મહેસાણાના યુવા ટીમ દ્વારા આયોજિત કાર્યક્રમમાં બ્રહ્મબંધુ ઉમટી પડશે :

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા શહેર તેમજ સમગ્ર જિલ્લાના બ્રાહ્મણો સંગઠિત થાય તે માટે ભગીરથી કાર્ય કરનાર અહીંના યુવા અગ્રણીની જીવનપર્યત કામગીરી અસ્મરણીય છે. સમયના સથવારે ચાલતા ચાલતા સમાજ ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ રહી, રાજ્યભરના બ્રાહ્મણો સંગઠિત બની ગુજરાત તેમજ દેશભરમાં પ્રતિષ્ઠા ભર્યું નામ- સન્માન પામે તે માટે ગુજરાત રાજ્યના ખૂણે ખૂણામાં પ્રવાસ કરી, બ્રહ્મ સમાજના લોકો સાથે વાર્તાલાપ કરી ‘સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ (રાજ્ય કક્ષા) મુખ્ય સંગઠક પદે રહી બ્રાહ્મણોને એક તાંતણે બાંધવાનું કાર્ય કરનાર સ્વ. કમલેશભાઈ પોપટલાલ વ્યાસને મહેસાણામાં અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપવા માટેનું આયોજન તેમની જન્મ જયંતીના દિવસે કરવામાં આવ્યું છે.

મહેસાણા બ્રહ્મ સમાજના યુવા ટીમ સાથે બ્રહ્મ સમાજના અનેક નામી અનામી ભાઈ બહેનોના સથવારે આગામી તા. ૨૩ જુલાઈના બ્રહ્મ સમાજના કોહીનૂર સ્વ. કમલેશભાઈ પોપટલાલ વ્યાસ (વિસનગર-મહેસાણા) ની જન્મ જયંતીની અનોખી રીતે ઉજવણી કરી તેમને શ્રદ્ધાસુમન પાઠવવામાં આવનાર છે. આયોજન મુજબ મહેસાણા નગરપાલિકાના ટાઉનહોલ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ મહેસાણા તેમજ અન્ય તમામ ભૂદેવો, વિદ્યાર્થીઓ અને મહર્ષિ એપના લાભાર્થીઓ માટે કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે.

જેમાં બપોરે 1 થી 4:00 વાગ્યા સુધી જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 500 થી વધુ ઉમેદવારો ભાગ લેનાર છે. જે બાદ સાંજે 4:30 થી 07:30 સુધી પ્રતિભા સંપન્ન 350 થી વધુ વિદ્યાર્થીઓને સન્માન પત્ર, ટ્રોફી અને એક ડઝન ચોપડાનું વિતરણ કરવામાં આવશે. તદુપરાંત વિશેષ પદવી મેળવનાર 26 જેટલા સમાજ રત્નોનું સન્માન કરવામાં આવશે.

કાર્યક્રમની રૂપરેખા મુજબ સાંજે 8:30 વાગે સામાજિક અને કોમેડી નાટક ‘આનું નામ ખાનદાની’ રજૂ કરવામાં આવશે. નાટકની વિશેષતાએ છે કે દર્શકો આમાં પેટ પકડીને હસી પડે અને ક્ષણો બાદ આંખમાંથી અશ્રુધારા પણ વહી જાય તેવી સામાજિક સમજણ નાટકમાં દર્શાવવામાં આવી છે.

તસવિર અને અહેવાલ : સંજય જાની – અમદાવાદ

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0