પાટણ શહેરમાં વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

July 19, 2022

ગરવી તાકાત પાટણ : પાટણ શહેરમાં મંગળવારની વ્હેલી સવારથી મેઘરાજાએ ધીમીધારે હેત વરસાવવાનું શરૂ કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હ્તિ. સવારથી શરૂ થયેલા ઝરમર વરસાદની સાથે શહેરના નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઉદભવવા પામતાં લોકોને હાલાકીઓ ઉભી થવા પામી હતી. તો પાલિકાની પ્રિ-મોન્સુન કામગીરી નિષ્ફળ રહી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

બાળકોએ વરસાદની મજા માણી વ્હેલી સવારથી શરૂ થયેલા ધીમી ધારના વરસાદના કારણે ખેડૂતોનાં ચહેરા ઉપર ખુશી છવાઈ હતી. પાટણ શહેર સહિત પંથકમાં પણ કેટલાક વિસ્તારોમાં સવારથી જ મેધરાજા અવિરતપણે વરસતાં વાતાવરણ ખુશનુમા બન્યું હતું. નાના બાળકોએ વરસાદની મજા માણી આનંદ કરતા જોવા મળ્યા હતા. તો વહેલી સવારથી વરસાદ વરસતા કામ અર્થે નીકળતાં લોકોને છત્રી, રેઇનકોટ પહેરીને નીકળવું પડ્યું હતું.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0