કડી ના નાનીકડી રોડ ઉપર આવેલ નર્મદા કેનાલ ઉપર કાચું તેલ ખાલી કરીને જતું ટેન્કર પલ્ટી ખાઇ ગયું

July 18, 2022

— ઢાળ ચડતા સમયે ટેન્કર ખાઈ ગયું પલ્ટી :

—  જીવન એગ્રો માથી પરત ફરી રહ્યું હતું ટેન્કર :

ગરવી તાકાત મહેસાણા : કડી કલ્યાણપુરા રોડ ઉપર આવેલ નર્મદા કેનાલ ઉપર છત્રાલ હાઇવે ઉપર કાચું તેલ ખાલી કરી પરત ગાંધીધામ જતું ટેન્કર પલ્ટી ખાઇ જતાં લોકો ઉમટી પડ્યા હતા પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ ન સમાચાર મળ્યા નથી.
કડી તાલુકાના નાનીકડી ગામ પાસે કલ્યાણપુરા રોડ ઉપર આવેલ નર્મદા કેનાલના ઢાળમાં  કાચું તેલ ખાલી કરીને જઈ રહેલું ટેન્કર અચાનક પલ્ટી ખાઇ ગયું હતું.છત્રાલ રોડ ઉપર આવેલ જીવન એગ્રો કંપનીમાં કાચું તેલ ખાલી કરી પરત ગાંધીધામ જઈ રહ્યું હતું ત્યારે ઘટના સામે આવી હતી.નાનિકડી ગામ પાસે આવેલ નર્મદા કેનાલ ચડવાના ઢાળ ઉપર ટેન્કર નંબર જીજે 12 બી વાય 4463 પલ્ટી ખાઇ ગયું હતું.અકસ્માત ની ઘટના બનતા લોકોના ટોળેટોળા સ્થળ ઉપર ઉમટી પડ્યા હતા.
જ્યારે ટેન્કર પલ્ટી ખાઈ ગયું ત્યારે સવાર ડ્રાઈવર અને કંડકટર નો સદનસીબે બચાવ થયો હતો  અને કોઈ જાનહાની થઈ ન હતી  ઘટનાની જાણ પોલીસ અને ટેન્કર માલીકને થતા ઘટનાસ્થળે દોડી આવીને આગળની કાર્યવાહી કરી હતી

તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી 

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0