ગરવી તાકાત કાંકરેજ : વહેપારી મથક થરા માં આવેલ નેશનલ હાઈવે સત્યાવીશ સર્વિસ રોડ પર પહેલા જ વરસાદ માં તંત્ર ની પોલ ખુલ્લી હતી મસ મોટા ખાડાને લઈને વાહન ચલોકો ને વાહન ચલાવવાં માં મુશ્કેલી પડતી જોવા મળી રહી છે હજુ એક મહિના પહેલા જ આ રોડ નું સમારકામ કરવામાં આવ્યું હતું પરંતુ નેશનલ હાઇવે ના ભસ્ટ અધીકારી અને કો્ટ્રાકટરો ને મીલીભગત ને લઈને નબળું કામકાજ થી એક જ મહિના માં ચોમાસા આ રોડ માં ખાડા પડતા તંત્ર ની પોલ ખુલ્લી છે
સ્થાનિક વહેપારીઓ એ પણ જણાવ્યું હતું કે અમારે ગ્રાહક ને આવવામાં તકલીફ પડે છે સાથે સાથે નેશનલ હાઇવે ની બાજુમાં જે ગટર આવેલ છે એ પણ પાણી અને ગારા થી ઉમરાઈ જવાથી ગંધકી નું પાણી રોડ પર આવવા થી દ્રુર્ગંધ થી સ્થાનિકો વહેપારીઓ ત્રાહિમામ પુકારી રહ્યા છે સ્થાનીક વહેપારી ને BK ન્યૂઝ ના ને સંવાદદાતા એ પૂછતા વહેપારી પણ જણાવી રહ્યા છે કે
આ સમશ્યા દરવર્ષે થાય છે પણ અમારૂ કોઈ સાંભળતું નથી અમે નેશનલ ઓથોરિટી ને વારંવાર લેખિત અને મૌખિક રજુઆત કરી છીએ સ્થાનિક ધારાસભ્ય ને પણ રજુઆત કરી હતી પણ નેતા ઓ કહેછે કે અમે વિકાસ કર્યો છે પણ વિકાશ ક્યાં છે વિકાશ તો પાણી ના ખાડામાં ગયોં છે.સાથેસાથે વહેપારીઓ એ જાવ્યું કે સમય સર પાણી નો નિકાલ થયાં અને ખાડા પુરવામાં આવે એવી માંગ છે
તસવિર અને અહેવાલ : માનસિંહ ચૌહાણ – કાંકરેજ


