13 વર્ષથી વડનગરની યુવતીને લઇને ભાગેલો શખ્સ સુરતથી ઝડપાયો

July 16, 2022

— આરોપી બે દિકરીઓનો પિતા પણ બની ગયો :

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લાના વડનગર ગ્રામ્ય વિસ્તારમાંથી 2009માં એક યુવતીને લલચાવી ફોસલાવી 1 શખ્સ ભગાડી ગયો હતો. આ કેસમાં યુવતીના પિતાએ ખેરાલુના 1 શખ્સ સામે અપહરણ અને એટ્રોસીટી એકટ હેઠળ ગુનો દાખલ કરાવ્યો. જેને પોલીસે 13 વર્ષ બાદ ઝડપી પાડ્યો.

સમગ્ર કેસમાં 13 વર્ષ અગાઉ ભાંગેલા આરોપીને ઝડપવા પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે પોલીસને ખાનગી બાતમી અને ટેક્નિકલ શોર્સ દ્વારા માહિતી મળી કે, આરોપી સુરતના વિસ્તારમાં રહે છે અને ખાનગી સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. જેથી પોલીસ બાતમી મળતા સુરત જઇ આરોપીને ઘરમાંથી ઝડપી પાડ્યો. આરોપીને 2 પુત્રીઓ પણ હોવાનું સામે આવ્યું.

આરોપીએ મહેસાણા જિલ્લો છોડ્યા બાદ 13 વર્ષમાં 1 પણ વખત મહેસાણા આવ્યો ન હતો અને 1 પણ સ્થાનિક વ્યક્તિ સાથે સંપર્ક રાખ્યો ન હતો. આથી પેરોલ ફ્લો સકોર્ડ તેને પકડવા માટે સતત 2 વર્ષ સુધી મહેનત કરી તેનું પરફેક્ટ લોકેશન મેળવી તેણે બાદમાં ઝડપી પાડ્યો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0