ગરવી તાકાત મહેસાણા : અખિલ ભારતિય વિધાર્થી પરિષદ અને સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે તારીખ ૧૫ જુલાઈના
રોજ યુનિવર્સિટીના વિધાર્થી મિત્રો માટે "Youth Development for Nation" વિષય પર સંવાદનું આયોજન કરવામાં આવેલ હતું.
કાર્યક્રમના મુખ્ય વક્તા અને મહેમાન તારીખે અખિલ ભારતીય વિધાર્થી પરિષદના રાષ્ટ્રી
ય સેવા પ્રમુખ શ્રી કમલનયનજી ઉપસ્થિત રહ્યા હતા.
ઉપસ્થિત વક્તાશ્રીએ વિધ્યાર્થી મિત્રો સાથે રાષ્ટ્ર સેવા, દેશ સેવા, વ્યક્તિત્વ ઘડતર અને ચરિત્ર નિર્માણ જેવા વિષયો પર પોતાના વિચારો રજુ કાર્ય હતા તથા તેમની સાથે પ્રત્યક્ષ સંવાદ પ્રસ્થાપિત કર્યો હતો. યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો. ડી.જે.શાહ સાહેબે વિધાર્થી મિત્રોને સ્કિલ ડેવલ
પમેન્ટ એન્ડ નેશન બિલ્ડીંગ પર પોતાના વિચારો અભિવ્યક્ત કરી ઉપસ્થિત વિધાર્થીઓને પ્રોત્સાહિત કાર્ય હતા.
યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશ પટેલ સાહેબે પરિષદના અધિકારીશ્રી કમલનયનજીને વર્તમાન અને ભવિષ્યમાં યુનિવર્સિટી દ્વારા થયેલ સેવાકાર્યોની વિસ્તૃત માહિતી આપેલ હતી તથા અવાનારા સમયમાં યુનિવર્સિટી તરફથી વિધાર્થીમિત્રોના ચારિત્રનિર્માણ અને વ્યક્તિત્વ નિર્માણની દિશામાં સહયોગ આપવા ખાતરી આપેલ હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન યુનિવર્સિટીના એન. એસ. એસ. અને એ.બી.વી.પી યુનિટના સ્વયંસેવકો દ્વારા કરવામાં આવેલ હતું.


