પાલનપુર પાસેથી પશુઓ ભરીને કતલખાને જતી ટ્રકને જીવદયા પ્રેમીઓએ ઝડપી

July 12, 2022

ગરવી તાકાત પાલનપુર : રાજસ્થાનથી પશુઓને અમદાવાદના કતલખાને લઈ જતી 1 ટ્રકને  જીવદયા પ્રેમીઓએ પાલનપુર નજીકથી ઝડપી પાડી. ટ્રકમાં 52 પશુઓમાંથી 3 પશુઓના મોત થયા. જીવદયા પ્રેમીઓએ તમામ પશુઓને ડીસા ગૌશાળા ખાતે ખસેડયા.

ધણિયાણા ચોકડીથી જગાણા થઈ અમદાવાદ તરફ જતી ટ્રકને જીવદયા પ્રેમીઓએ ઝડપી પાડી. પરંંતુ ટ્રક ચાલક ટ્રક મૂકી ત્યાંથી ફરાર થઈ ગયો. જે બાદ જીવદયા પ્રેમીઓએ પાલનપુર કંટ્રોલરૃમમાં જાણ કરાતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. આ પશુ ભરેલ ટ્રકને ડીસા ખાતે આવેલ જલિયાણ ગૌ સેવા ટ્રસ્ટ લઈ જવાઈ હતી .આ ટ્રકમાં જોતા ખીચો ખીચ એકબીજાને ચામડી ઘસાય તે રીતે તમામ પશુઓને ભરેલ .

ઘાસની તેમજ પાણીની કોઈ પ્રકારની વ્યવસ્થા પણ ન કરવામાં આવી હતી. ટ્રકમા પશુઓને જોતા ૫૨ જેટલા પશુ ભરેલ હતા .તેમાં ત્રણ પશુઓના મોત નીપજ્યા હતા. જે બાદ જીવદયા પ્રેમીઓએ  ટ્રક ચાલક વિરુદ્ધ પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0