સાંકળચંદ પટેલ કોલેજ ઓફ એન્જીનીયરીંગ, વિસનગર ખાતે  “IPR Awareness Program” નું આયોજન!

July 12, 2022

ગરવી તાકાત મહેસાણા : સાંકળચંદ પટેલ કોલેજ ઓફ એન્જીનીયરીંગ, વિસનગર ખાતે  તા. ૧૧ જુલાઈ, ૨૦૨૨ (સોમવાર) ના દિવસે અધ્યાપકો અને વિદ્યાર્થીઓમાં પેટન્ટ અંગે માર્ગદર્શના આશય થી સંસ્થામા “IPR Awareness Program” નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં “Indian Patent and Trade Marks” Mumbai Office તરફથી કુમારી ઉજ્જવળ દ્વારા “Intellectual Property Rights” પર સુંદર વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું, આ પ્રોગ્રામમાં  100 થી વધારે  વિધાર્થીઓ તથા અધ્યાપકો એ ભાગ લીધેલ.

સમગ્ર પ્રોગ્રામનું આયોજન સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલના પ્રોત્સાહન અને યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રોફે. (ડૉ.) ડી જે શાહ તથા સંસ્થા ના પ્રિન્સિપાલ સંતોષ શાહ ના માર્ગદર્શનથી થયું હતું. આ પ્રોગ્રામનું સંચાલન, ડૉ . અંકિત શાહ, હેડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા સાયન્સ દ્વારા  કરવામાં આવ્યુ હતું.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0