સિધ્ધપુર તાલુકાના કનેસરા ગામની પરિણીતા પાસે 3 લાખનો દહેજ માંગતા સાસરીયાઓએ કાઢી મુકી

July 7, 2022

ગરવી તાકાત મહેસાણા : સિધ્ધપુર તાલુકાના કનેસરા ગામમાં મકાન બનાવવા પિતા પાસેથી રૂ.3 લાખ લઈ આવવાનું દબાણ કરીને કનેસરાની પરિણીતાને તેના સાસરીયાઓએ ઘરમાંથી કાઢી મુકી હતી. આ અંગે મહેસાણા તાલુકા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ આરંભી હતી.

મહેસાણા તાલુકાના ચિત્રોડીપુરા ગામના ચમનજી દલસંગજી ઠાકોરની દિકરી રોનીકાના લગ્ન 7 વર્ષ અગાઉ સિધ્ધપુર તાલુકાના કનેસરા ગામના વિરાજી મફાજી ઠાકોર સાથે થયા હતા. થોડા સમય સારી રીતે રાખ્યા બાદ તેણીને ઘરના કામકાજના મામલે શારીરીક માનસિક ત્રાસ આપવાનું શરૂ.  કરવામાં આવ્યું . જોકે ઘરસંસાર બગડે નહીં તે માટે પરિણીતા સહન કરતી રહી હતી.

દરમિયાન તેણી અને 4 વર્ષના દિકરાને ખેતરના ઘરમાં જુદુ આપી દઈ તેના પતિને આવવા દેતા નતા .જયારે ઘરને પ્લાસટર કરાવવાનું કહેતા તારા પિતાને ત્યાંથી રૂ. ૩ લાખ લઈ આવ તેવું કહીને ઘરમાંથી કાઢી મુકી. જેથી પિયર આવી ગયેલી પરિણીતાએ આ અંગે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી કરતા તેનું નિવેદન લીધા બાદ આખરે તેણીના પતિ સહિત 4 સાસરીયા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0