— વરસાદ ના આગમન પૂર્વ ૧૦૮ ની તૈયારીઓ ને આખરી ઓપ આપવામાં આવ્યો :
ગરવી તાકાત પાલનપુર : ગૂજરાત સરકાર દ્વારા ચાલતી આરોગ્યલક્ષી નિશુલ્ક સેવા એટલે જી.વી.કે ઈ. એમ.આર આઈ ની 108 એમ્બ્યુલન્સ સેવા. દરેક પ્રકારની મેડિકલ ઈમરજન્સીને પહોંચી વળવા માટે આ સેવા વર્ષ 2007 મા શરૂ કરવામાં હતી અને આજે 108 ની સેવા માત્ર ગુજરાતમા જ નહીં પરંતુ સમગ્ર ભારતભર મા મોખરે છે. 108 ના તાલીમબધ્ધ ઈ. એમ. ટી તથા પાયલોટ દરેક પ્રકારની કટોકટી ને પહોંચી વળવા 24/7 ખડેપગે રહેતા હોય છે. આ વર્ષે સારા વરસાદ ની આગાહીને ધ્યાન માં લઇને 108 ની ટીમ દરેક ઈમરજન્સી ને પહોંચી વળવા માટે કટિબદ્ધ છે. એમ્બ્યુલન્સ મા આવતા તમામ સાધનો ને કાટ રહિત કરી ને તેને કલર કરવામાં આવ્યો છે અ
ને જરૂરી દવાઑ નો જથ્થો એડવાન્સ મા મંગાવીને રાખવામાં આવ્યો છે.
ને જરૂરી દવાઑ નો જથ્થો એડવાન્સ મા મંગાવીને રાખવામાં આવ્યો છે.108 એમ્બ્યુલન્સના તમામ સાધનો (બી.પી. મશીન , સ્ટેથોસ્કોપ, શક્ષન મશીન , થર્મોમીટર , પલ્સ-ઓક્સિમીટર, ઓકસીજન હ્યુમીડીફાયર , મલ્ટીપેરા મોનીટર , ગ્લુકોમીટર, ૮ પ્રકારના સ્પ્લિન્ટ, ૩ પ્રકાર ના સર્વાઈકલ કોલર , ૪ પ્રકારના સ્ટ્રેચર , ૩ પ્રકારની કુત્રિમ ઓક્સિજન આપવા માટેની અમ્બુબેગ) વગેરેને કૅલિબ્રેટ કરીને તેમજ ત્રુટીરહિત કરીને રાખવામાં આવ્યા છે. મોટાભાગે વરસાદની ઋતુમાં ઝેરી જનાવર જેવા કે સાપ કે વીંછી કરડવાની ઘટનાઓ વધુ બનતી હોય છે ત્યારે ઝેરી સાપના ઝેર થી બચાવનાર ASV ઇન્જેક્શન પણ અગાઉથી જ મંગાવીને રાખવામાં આવ્યા છે.
ખાસ નોંધનિય છે કે ગતવર્ષે 108 માં સાપ કરડવાનાં કુલ કેશ 177 નોંધાયા હતા જે પૈકી લગભગ 63% કરતા પણ વધુ કેશ ચોમાસામાં (જુલાઈ થી ઓક્ટોબર) મહિનામાં જ નોંધાયા હતા જે 113 કેશ હતા. જ્યારે પાટણ જિલ્લામાં આ કુલ 44 કેશ માંથી 26 (લગભગ 59%) સાપ કરડવાના કેશ આ સમયગાળા માં નોંધાયા હતા. આ તમામ કેશમાં 108 દ્વારા ASV ઇન્જેક્શન આપીને દર્દીના જીવ બચાવી લેવામાં આવ્યા હતા. આ વર્ષે પણ 108 દ્વારા દરેક ઈમરજન્સી માં તમામ દર્દીઓના જીવ બચાવવાની નેમ લેવામાં આવી છે.
અત્રે નોંધનીય છે કે હાલ બનાસકાંઠા જિલ્લામાં કુલ 30 (ત્રીસ) તેમજ પાટણ જિલ્લામાં કુલ 15 (પંદર) 108 એમ્બ્યુલન્સ કાર્યરત છે. બનાસકાંઠા જિલ્લામાં નીતિન ગોરાદરા, નિખિલ પટેલ અને કમલેશ પુરોહિત એમ 3 (ત્રણ) તેમજ પાટણ જિલ્લામાં નરેશ પટેલ ઈમરજન્સી મેનેજમેન્ટ એક્ઝીક્યુટીવ તરીકે 108 એમ્બ્યુલન્સ સેવાની દેખરેખ રાખી રહ્યા છે.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર


