ગરવી તાકાત પાલનપુર : પાલનપુર તાલુકાના મડાણા (ગઢ) ગામે શાળા પ્રવેશોત્સવ દરમ્યાન ઉત્તર ગુજરાતના પ્રસિદ્ધ ગાયક બાળ કલાકાર અને શાળામાં ધોરણ -૭ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી જીગર ઠાકોર તેમજ તેમના પિતા સોરાબજી ઠાકોરનું જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ અમૃતભાઈ દેસાઈ, તાલુકા ભાજપ મહામંત્રી પ્રતાપજી ઠાકોર તેમજ પાણી પુરવઠા વિભાગ ડીસાના નાયબ કાર્યપાલક ઈજનેર દિપકસિંહના હસ્તે
શાળા ગામ તેમજ સમગ્ર ગુજરાતનું ગૌરવ વધારવા બદલ શાલ ઓઢાડી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ઉત્તર ગુજરાતમાં રંગ કસુંબલ ડાયરામાં રંગત જમાવતો અને ગુજરાતી ગીતોમાં રમઝટ જમાવતા બાળ કલાકાર જીગર ઠાકોરનું પોતાની જ સ્કૂલમાં સન્માન થતાં પોતે પણ ગૌરવ અનુભવ્યું હતું.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર


