નાની કડી ઇન્દિરા પરા વાસ માં રિક્ષા હટાવવાનું કહેતા યુવાનને ધોકા વડે માર માર્યો

June 27, 2022

ગરવી તાકાત મહેસાણા : કડી માં આવેલ નાની કડી ઇન્દિરા પરા વાસ માં રહેતા આત્મારામ કાળુજી ઠાકોર જેમની ગાડી નંબર GJ 18 BJ 2152 જે લઇને મહેસાણા ગયેલા હતા અને રાત્રી દરમિયાન મોડા આવતા ધરની પાછળ ના ભાગે રસ્તા વચ્ચે ઠાકોર સુરેશજી માણકાજી તેની રિક્ષા મુકેલ હોઈ મારી ગાડી આગળ જઈ શકે

તેમ ન હોઈ આ સુરેશભાઇ ને રિક્ષા સાઈડમાં મુક્વા જણાવતા રિક્ષા હટાવવાની ના પાડતા બોલાચાલી થતા તે વખતે ઠાકોર સૂરેશજી એકદમ ઉશ્કેરાઇ જઈ  તેનુ ઉપરાણું લઇ ઠાકોર સેંધાજી દોડી આવી ખાટલા જોડે પડેલ લાકડી લઈ ને જમણી આંખના ઉપર ના ભાગે માથામાં મારતા લોહી લુહાણ થઈ જતા ઠાકોર સેંઘાજી તથા તેમની લીલાબેન ગદડાપાટું નો માર માર્યો હતો

અને બૂમાં બૂમ કરતા પરીવાર ના લોકોએ વચ્ચે પડી ને વધુ માર થી બચાવવા માં આવેલ અને કહેતા હતા કે હવે અમારી વચ્ચે આવીશ તો તારા હાથપગ ભાગી નાખીશું તેવું કહીને જતા જતા સ્વિફ્ટ ગાડી ના આગળ ના ભાગે ધોકા મારી નુકશાન કરી ને જતા રહ્યા હતા અને વધારે ઈજાઓ ને કારણે કુંડાળ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ ગયેલ  વધુ સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપેલ અને આ ઈસમો સામે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી 

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0