— પાલનપુર શહેર પૂર્વ પોલીસે બાતમી આધારે આરોપીને ઝડપી પાડી મોટર સાયકલ કબ્જે કર્યા :
ગરવી તાકાત પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના મુખ્યાલય પાલનપુર શહેર તેમજ આસપાસના વિસ્તારમાંથી ચોરાયેલા ૯ જેટલા મોટરસાઈકલ સાથે એક આરોપીને પાલનપુર શહેર પૂર્વ પોલીસે તેને ઝડપી પાડી તેની પાસેથી મોટર સાયકલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લામાં વધતા જતા ચોરીના બનાવો અટકાવવા અને ચોરીના ગુનાઓના ભેદ ઉકેલવા માટે પોલીસવડા અક્ષયરાજ મકવાણા દ્વારા આપવામાં આવેલ સુચના આધારે પાલનપુર શહેર પૂર્વ પોલીસ મથકના પી.આઇ બી.કે.ચૌધરી તથા પીએસઆઇ બી.આર.પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા.
તે દરમ્યાન ખાનગી બાતમીદાર દ્વારા બાતમી મળેલ કે હીરો પેશન પ્રો નું નંબર વગરનું મોટરસાઈકલ પાલનપુર માધુપુરા રોડ તરફથી આવતી ડેરી રોડ તરફ પાસે એક ઇસમ લઇ આવી રહ્યો છે. જે દરમ્યાન વોચ ગોઠવતાં એક માસ અગાઉ બનાસ ડેરી કેટલ ફિલ્ડની સામે આવેલ ફ્લેટની નીચેથી ચોરી થયેલ મોટરસાયકલ સાથે આરોપી પકડાતા તેની ઘનિષ્ઠ પૂછપરછ દરમિયાન આવા અલગ અલગ કુલ ૯ મોટર સાયકલ સાથે મળી આવ્યાં હતા અને આરોપીની ધરપકડ કરી તેની સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
— ઝડપાયેલ આરોપીનું નામ : મહેશભાઈ વિરસંગભાઈ ડેલ (ચૌધરી) રહે.પેપોળ, તા.વડગામ, જિ.બ.કાં.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર


