હિંમતનગરમાં કતલખાને લઈ જવાતાં 19 પાડાં બચાવાયાં

June 22, 2022

ગરવી તાકાત સાબરકાંઠા :  હિંમતનગરમાં ગેરકાયદેસર રીતે પશુઓ ભરીને બસ સ્ટેન્ડ તરફથી ન્યાયમંદિર બાજુ પીકઅપ ડાલુ જઇ રહ્યાની હિંમતનગર કંટ્રોલ રૂમમાંથી જાણ કરાતાં બી ડિવિઝન પોલીસે આંતરીને ઉભુ રખાવવા પ્રયાસ કરતા ચાલકે દોડાવી મૂક્યું અને પોલીસે પીછો કરતા ન્યાય મંદિર ખાટકી વાસ નજીક ડાલુ મૂકીને 2 શખ્સો ફરાર થઇ ગયા હતા.

રોજ બી ડિવિઝન પોલીસકર્મીઓ યોગ નિમિત્તે પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન સવારે સાડા સાતેક વાગ્યાના સુમારે કંટ્રોલરૂમમાંથી વાયરલેસ મેસેજ મળ્યો હતો કે બસ સ્ટેન્ડ તરફથી ગેરકાયદેસર પશુઓ ભરીને પીકઅપ ડાલુ આવી રહ્યું છે.

જેને પગલે પોસ્ટ ઓફિસ નજીક પીકઅપ ડાલાને આંતરવાનો પ્રયાસ કરતા ચાલકે પીકઅપ ડાલુ ન્યાય મંદિર તરફ દોડાવી મૂક્યું હતું અને પોલીસે પીછો કરતા ખાટકી વાસ જવાના રસ્તા પર રઝા મસ્જિદ નજીક ડાલુ મૂકીને બે શખ્સો ફરાર થઇ ગયા હતા.

ડાલામાં પાછળના ભાગે 19 જેટલા પાડા આશરે બે એક વર્ષના મુશ્કેટાટ બાંધીને ક્રૂરતા પૂર્વક કતલખાને લઇ જવાઇ રહ્યા હતા. પોલીસે પીક અપ ડાલા નં.જી.જે-31-ટી-3871 કબ્જે લઇ ગુનો નોંધી પશુઓને સુરક્ષિત સ્થળે છોડવા તજવીજ હાથ ધરી હતી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0