ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લામાં કોરોનાની ચોથી લહેરની શરૃઆત થઈ હોય તેમ ધીમે પગલે કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે. રવિવારે જિલ્લામાં વધુ ૩ પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં મહેસાણા પંથકમાં ૨ અને બેચરાજી પંથકમાં ૧ કેસ નોંધાયો હતો. રવિવારે વધુ ૪ દર્દી ડીસ્ચાર્જ થતાં હવે જિલ્લામાં ૧૫ કેસ એક્ટીવ રહ્યા છે.
આરોગ્ય વિભાગ દ્વારા લેવાયેલા ૯૮૫ સેમ્પલનો રવિવારે રીપોર્ટ આવ્યો હતો. જેમાં ૯૮૩ સેમ્પલનો રીપોર્ટ નેગેટીવ અને ૨ સેમ્પલનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે ખાનગી લેબોરેટરીમાં એક સેમ્પલનો રીપોર્ટ પોઝિટિવ આવતાં જિલ્લામાં વધુ ૩ વ્યક્તિ કોરોનામાં સપડાયા હતા. ૩ વ્યક્તિઓ પૈકી મહેસાણા શહેરમાં ૧, ગ્રામ્યમાં ૧ અને બેચરાજી તાલુકામાં ૧ પોઝિટિવ કેસ નોંધાયો હતો. જિલ્લામાં રવિવારે વધુ ૪ કોરોના દર્દીઓને ડીસ્ચાર્જ કરાયા હતા. તેથી હાલમાં ૧૫ કેસ એક્ટીવ રહ્યા છે.


