— અમરપુરા તેમજ ખોડાણા ગામ ની સીમ વિસ્તારમાં 200 ઉપરાંત પરિવારો વિજપુરવઠા થી પરેશાન :
ગરવી તાકાત પાટણ : સરસ્વતી ના અમરપુરા યુજીસીવીએલ ફીડર 11kv આ ફિડરમાં વીજ પુરવઠો આજુબાજુના ગામો તેમજ આજુબાજુના ખેતરો ના વિસ્તારના લોકોને મળે છે.અમરપુરા ની બાજુમાં ખોડાણા ગામ તેમજ તેના વિસ્તા
રમાં 200 ઉપરાંત પરિવારો ખેતર તથા સીમ મા વસવાટ કરે છે.અમરપુરા ફીડર માંથી આ વિસ્તારને વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે.જેથી એક સાથે ઘરવપરાશ નાે વીજ પુરવઠો અને ખેતી માટે નો વીજ પુરવઠો એકજ ફીડર મા મળવા થી ફીડર ઉપર ભારે પ્રમાણમાં લોડ પડે છે
અને વીજ પુરવઠો પૂરતા પ્રમાણમાં તેમજ સમયસર મળતો નથી.ત્યારે સરસ્વતી તાલુકા પંચાયત ના સદસ્ય શ્રી મેલજીજી ઠાકોર ખોડાણા એ સિધ્ધપુર ધારાસભ્ય શ્રી ચંદનજી ઠાકોર તેમ જંગરાલ યુજીવીસીએલ.નાયક કાર્યપાલક ઇજનેરશ્રી પાટણ તેમજ નાયબ કાર્યપાલક ઇજનેર મહેસાણા ને લેખિતમાં રજૂઆત કરી છે.રજૂઆતમાં તેમણે જણાવ્યું હતું કે અંદાજીત 200 ઉપરાંત પરિવાર નો ઘર
વપરાશનાે વીજ પુરવઠો અને ખેતી માટેનો વીજપુરવઠો એક ફીડર અમપુરા માં થી આપવામાં આવે છે.
જે ખેતીકામ માટે નો અલગ કરી તેમજ ઘર વપરાશનો અલગ ફીડર કરી આપવામાં આવે.જેથી ખેતીકામ માટે સમયસર પુરવઠો મળે અને લોકોને હેરાનગતિ વેઠવી ના પડે.સરસ્વતી તાલુકા ના લોકો પશુપાલન તેમજ ખેતી સાથે જોડાયેલા હોવાથી ખેતરમાં પરીવાર સાથે વસવાટ કરે છે.જેથી ટૂંક સમયમાં આ પ્રશ્નનું નિરાકરણ આવે તેવી લોકોની પણ માંગણી છે.


