કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ની આત્મહત્યા

June 11, 2022
ગરવી તાકાત કાંકરેજ : પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના થરા ખાતે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા રાઠોડ (ઠાકોર) બાબરજી વરસુંગજી મૂળ. રહે. ચેખલા તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠા ના રહેવાસી હતા ત્યારે ગત તારીખ ૧૦/૬/૨૦૨૨ ના રોજ રાત્રે પોતાની થરા પોલીસ સ્ટેશનમાં નોકરી પુર્ણ કરી ને ઘેર આવ્યા હતા ત્યારે તેમણે અચાનક શારીરિક અને માનસિક તાણ બાબતે રાત્રીના કોઈ પણ સમયે ગળે ફાંસો લગાવી ને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી
જેમાં કાંકરેજ તાલુકાના થરા શિહોરી પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી ને મૃતક હેડ કોન્સ્ટેબલ સ્વ રાઠોડ બાબરજી વરસુંગજી ને પીએમ અર્થે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલ માં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા ત્યારે હાજર ડોકટર ડી. એન. પરમારે મૃત જાહેર કરવામાં આવ્યા હતા ત્યારે દિયોદર dysp ડી. ટી. ગોહિલ અને શિહોરી પીએસઆઈ એ. કે. દેસાઈ અને સ્ટાફ તેમજ થરા પોલીસ મથકે નવા પીએસઆઈ જાડેજા અને પોલીસ સ્ટાફ ઊપસ્થિત રહ્યા હતા
જેમાં મૃતક ના માદરે વતન કાંકરેજ તાલુકાના ચેખલા ગામે પોતાના ફાર્મહાઉસ પર સામાજીક આગેવાન સાથે સરપંચ પતી વંદનજી ઠાકોર અને મોટી સંખ્યામાં બાબરજી ની અંતિમયાત્રા માં જોડાયા હતા ત્યારે સમગ્ર કાંકરેજ તાલુકા સહિત ચેખલા ગામ આ ઘટના અંગે શોકની લાગણી અનુભવી હતી જોકે અગાઉ પણ ડિસા અને દિયોદર સહિત શિહોરી cpi કચેરી ખાતે અને છેલ્લે થરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા ત્યારે સમગ્ર બાબતે લોકમુખે તેમજ આમ જનતા ના મુખે એક જાબાજ પોલીસ કર્મચારી તરીકે છાપ ધરાવતા હતા પરંતુ હવે આવા સંજોગોમાં અચાનક આવું પગલું લીધું એ પણ એક સવાલ થાય છે?
ત્યારે લોક મુખે ઘર કંકાશ અને એમના કુટુંબીઓ દ્વારા લોક મુખે ચર્ચા માં શારિરિક અને માનસિક રીતે અગાઉ પણ આવી ઘટનાઓ ને અંજામ આપ્યો હતો પરંતુ હવે કુદરત ને ગમ્યું તે ખરું જોતાં હવે પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવે તો તમામ પ્રકારની હકીકતો પ્રકાશમાં આવે તેવી શક્યતા છે ત્યારે હવે એક કર્મનિષ્ઠ અને જાબાજ પોલીસ હેડ કોન્સ્ટેબલ ની આત્મ હત્યા અંગે સસ્પેન્સ યથાવત રહેવા પામ્યું છે ત્યારે મૃતક ની અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયા હતા ત્યારે પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું અને સ્મશાનયાત્રા માં ઠાકોર સમાજ સહિત અન્ય તમામ સમાજના અગ્રણીઓ વડીલો યુવાનો ઊપસ્થિત રહ્યા હતા
જેમાં દિયોદર dysp અને પોલીસ વચ્ચે આ અંગે જાણકારી મેળવવા માટે મૃતકના પરિવારજનોનો સંપર્ક કર્યા હતો આમ એક અચાનક કોઈ વ્યક્તિ સરકારી નીકળી કરતો હોય અને પોતાની વ્યક્તિગત રીતે માનસિક તાણ બાબતે આવું પગલું ભરે તે અંગે અનેક પ્રકારના સવાલો ઉભા થયા છે ત્યારે હવે એમને આંતરડા ની બીમારી હોવાથી લઈ પગલું લીધું હોવાની ચર્ચા થઈ રહી છે. જોકે એમનું જીવન એક કર્તવ્ય કર્મ અને વચનથી પોતાની વ્યક્તિગત રીતે આન બાન શાનથી જીવન નિર્વાહ કરતા હતા પરંતુ હવે આવા સંજોગોમાં મોત ને વ્હાલું કર્યું એ અંગે જાણકારી મળી નથી
તસવિર અને અહેવાલ : માનસિંહ ચૌહાણ – કાંકરેજ
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0