વિસનગરમાં ચંડી બનિયાનધારી ટોળકી ત્રાટકી 2 મકાનમાંથી પાંચ લાખની ચોરી કરી તસ્કરો રફુચક્કર

June 11, 2022

— ઘરના દરવાજા બહારથી બંધ કરી સ્થાનિકોને અંદર પુરી ધાડપાડુઓએ ચોરીને અંજામ આપ્યો :

ગરવી તાકાત મહેસાણા : વિસનગરમાં 6 માસ બાદ મહેસાણા રોડ ઉપર ચડ્ડી બનિયાનધારી ટોળકી ત્રાટકી હતી. 2 સોસાયટીના મકાનોની બારીની ગ્રીલ તોડી રૃા.5 લાખની ચોરી થવા પામી છે. બન્ને સોસાયટીમાં ચોરોની મોડસ ઓપરેડન્સી એક સરખી હતી. ધાડપાડુઓએ લોકો જાગીને બહાર ન નિકળે તે માટે આસપાસના મકાનોના દરવાજા બહારથી બંધ કરી દીધા હતા.

વિસનગરમાં મહેસાણા રોડ ઉપરની સોસાયટીઓમાં ચડ્ડી બનિયાનધારી ટોળકી ત્રાટકતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. ગેલેક્સી સુપર બંગ્લોઝના ૯ નંબરના મકાનમાં પટેલ સંજયકુમાર કાન્તીલાલ મકાન બંધ કરી પરિવાર સાથે વરંડામાં સુતા હતા.સવારે ઉઠીને ઘરમાં જતા વેર-વિખેર પડયુ હતુ. તપાસ કરતા કબાટમાં મુકેલા રૃા.૬ર હજારની રોકડ ચોરાયાનું માલુમ પડયુ હતુ.

મહેસાણા રોડ ઉપરની જ સિધ્ધેશ્વરી માતાના મંદિર પાસેની સંસ્કૃતિ બંગ્લોઝના એ /ર૧ નંબરના મકાનમાં વસંતભાઈ બળદેવભાઈ પટેલ સદુથલાવાળા રાત્રે ઘરની બહાર પરિવાર સાથે સુતા હતા. જેમના ઘરમાં પણ અઢી તોલાની સોનાની બે બંગડીઓ, બે તોલાનું સોનાનુ મંગળસુત્ર, તથા રૃા. રપ હજાર રોક્ડની ચોરી થઈ હોવાનું માલુમ પડયુ હતુ.ત્રાટકેલી ચડ્ડી બનિયાનધારી ટોળકીની કરાવેલ બન્ને ઘરમાં પાછળની બારીની ગ્રીલ તોડી અંદર ઘુસ્યા હતા.

ચોરી દરમ્યાન કદાચ અવાજ થાય અને લોકો જાગીને બહાર ન નિકળે તે માટે આસપાસના મકાનોના દરવાજા બહારથી બંધ કરી દીધા હતા. સોસાયટીમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં ચડ્ડી બનિયાનધારી ટોળકી કેદ થઈ છે. જે બાબતે વિસનગર પોલીસને જાણ કરવામા આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0