મહેસાણા જિલ્લાના ખેરાલુમાં પૂર્વ મહિલા ધારાસભ્યના ખેતરમાંથી ચંદનના ઝાડની ચોરી કરી તસ્કરો રફુચક્કર

June 8, 2022

ગરવી તાકાત મહેસાણા :  મહેસાણા જિલ્લાના છેવાડાના તાલુકા ખેરાલુ અને સતલાસણા પંથકમાં છેલ્લા કેટલાક સમયથી ચંદન ચોરોનો ત્રાસ વધી જતાં ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. જેમાં ખેરાલુના પૂર્વ મહિલા ધારાસભ્ય સહિત અન્ય પાંચ ખેડૂતોના ખેતરમાંથી ચંદનના ઉભા ઝાડની ચોરીની ઘટના સામે આવતા તસ્કરોએ જાણે પોલીસને પડકાર ફેંક્યો હોય તેવી પ્રતીતી થઈ રહી છે.

ખેરાલુ અને સતલાસણા તાલુકામાં ચંદનના ઝાડની તસ્કરી કરતા તત્વોની સક્રિયતાથી ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે.અગાઉ સતલાસણાની સીમમાંથી ચંદનના ઝાડની ચોરીના બનાવો સામે આવ્યા હતા. જેમાં વધુ ચંદન ચોરીનો ગુનો ઉમેરાયો છે. મળતી વિગતો અનુસાર ખેરાલુના પૂર્વ ધારાસભ્ય રમીલાબેન રામભાઈ ચૌધરીએ ખેરાલુ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

જેમાં તેમણે કરેલા ઉલ્લેખ પ્રમાણે તેમના સંબંધી ભેંસોનો ઘાસચારો લેવા માટે ખેરાલુથી સિધ્ધપુર રોડ પર આવેલા તેમના ખેતરમાં ગયા હતા. અહીં તેમણે રમીલાબેનના ખેતરના શેઢા પર ઉગેલા ૩૦ વર્ષ જુના ચંદનના બે ઝાડ જમીનથી મશીન વડે કાપી નાંખેલા જોવા મળેલ અને તેના ગોળવાની ચોરી થઈ હોવાનું માલુમ પડયું હતું.

ઉપરાંત નજીકમાં આવેલા કલ્પેશભાઈ  ચૌધરી, ધર્મેશભાઈ ચૌધરી અને અશોકભાઈ ચૌધરીના ખેતરમાંથી પણ અજાણ્યા શખસ ચંદનના ઝાડની ચોરી કરીને લઈ ગયા હોવાનું સામે આવ્યું હતું. આ અંગે પોલીસે ગુનો દાખલ કરીને આરોપીઓને પકડવા શોધખોળ હાથ ધરી હતી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0